ગુજરાત

gujarat

ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ' ની પહેલી સીઝનનું ખ્યાતનામ પરાગ કંસારાનું નિધન

By

Published : Oct 5, 2022, 10:13 PM IST

'ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ' ની પહેલી સીઝનમાં ખ્યાતનામ પરાગ કંસારાનું(Parag Kansara) નિધન થયું છે. ખ્યાતનામ રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, અહેસાન કુરેશી સાથે કામ કરી ચુક્યા છે, આ સમાચાર સાંભળીને તેમના ચાહકોમાં નિરાશા જોવા વ્યાપી ગઇ છે.

ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ' ની પહેલી સીઝનનું ખ્યાતનામ પરાગ કંસારાનું નિધન
ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ' ની પહેલી સીઝનનું ખ્યાતનામ પરાગ કંસારાનું નિધન

વડોદરામીમીક્રી ક્ષેત્રે કલાકાર તરીકે ખૂબ જ ખ્યાતનામ પામેલા અને જાણીતા વડોદરાના કોમેડિયનપરાગ કંસારાએ કોમેડી ક્ષેત્રના કિંગ ગણાતા રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) સહિતના દિગજ સાથે કામ કર્યું હતું. તેમને કોમેડિયન કલાકાર તરીકે ખૂબ જ નામના મેળવી હતી. તેઓ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ નામના શો દ્વારા ખ્યાતનામ થયા હતા. આજે વડોદરા શહેરના ગોરવા સ્થિત હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા હતા. પરાગ કંસારાના(Parag Kansara) નિધનના સમાચાર વાયુ વેગે પ્રસરતા ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પરાગ કંસારાનું નિધન

ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ થી ખ્યાતનામવડોદરા શહેરના અને ગોરવા વિસ્તારમાં રહેતા પરાગ કંસારા ગ્રેટ ઇન્ડિયન લેટર ચેલેન્જની પહેલી સિઝનના ટોપ પાંચમા આવતા તેઓ ખ્યાતનામ થયા હતા. કોમેડિયન પરાગ કંસારાનું આજે નિધન થયું છે. તેઓ ખ્યાતનામ કલાકારો જેવા કે રાજુ શ્રીવાસ્તવ ,સુનિલ પાલ અને અહેસાન કુરેશીના ખાસ મિત્ર રહી ચૂક્યા છે. પરાગ કંસારાએ આજે તેમના વડોદરા ગોરવા સ્થિત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ચાહકોમાં નિરાશા વડોદરા શહેરના અને મિમિક્રી કોમેડિયન તરીકે ટોચના કોમેડિયન સાથે નામના મેળવી ચૂકેલ પરાગ કંસારા આજે અંતિમ શ્વાસ લેતા તેઓના ચાહકોમાં પણ ભારે નિરાશા વ્યાપી ગઈ છે. ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ સીઝનમાં ખ્યાતનામ બાદ ખુબજ પ્રશંસા પામેલ પરાગ કંસારા આજે વિદાય લેતા એક પછી એક કોમેડિયન કલાકારની વિદાય ખુબજ ચાહકો માટે શોકમાં ગરકાવ થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details