ગુજરાત

gujarat

શહેરના કૃત્રિમ તળાવમાંં ગણેશ વિસર્જનની શરૂઆત

By

Published : Sep 9, 2022, 2:19 PM IST

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખુબજ ધામધૂમથી શ્રીજીના વિસર્જન કરવામાં આવી રહ્યા છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. આ કૃત્રિમ તળાવ પર 18 ક્રેન અને 250 થી વધુ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવી રહ્યા છે. હાલમાં ખુબજ ઉત્સાહ પૂર્વક નવલખી કૃત્રિમ તળાવ પર શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. Ganesh Visarjan in Navlakhi artificial lake, Ganesh Visarjan in Vadodara, Ganesh Visarjan 2022

શહેરના કૃત્રિમ તળાવમાંં ગણેશ વિસર્જનની શરૂઆત
શહેરના કૃત્રિમ તળાવમાંં ગણેશ વિસર્જનની શરૂઆત

વડોદરાઅનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં(Ganesh Visarjan 2022 )આવે છે. પંચાંગ અનુસાર, શુભ મુહૂર્ત અને વિધિપૂર્વક કરવામાં આવતા વિસર્જનથી જ બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શહેરમાં ગણેશ ઉત્સવ પ્રીય નગરી છે ત્યારે આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખુબજ ધામધૂમથી શ્રીજીના વિસર્જન કરવામાં આવી રહ્યા છે. હાલમાં વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કૃત્રિમ તળાવ( Ganesh Visarjan in Navlakhi artificial lake)બનાવવામાં આવ્યા છે.

ગણેશ વિસર્જન

કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જનહાલમાં શહેરનું ઐતિહાસિક નવલખી મેદાનમાં નાના નાનાશ્રીજીના વિસર્જન( Ganesh Visarjan in Vadodara)ચાલી રહ્યા છે. આ કુત્રિમ તળાવમાં 18 ક્રેન અને 250 થી વધુ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવી રહ્યા છે જેથી કરી શ્રીજીના વિસર્જનમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે સાથે હાલમાં ખુબજ ઉત્સાહ પૂર્વક નવલખી કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં (Ganpati Visarjan Anand) પણ માહોલ ભક્તિમય જોવા મળ્યો હતો. વડોદરા શહેર સહિત અનેક જગ્યાઓએ બાપાના વિસર્જન સાથે (Ganesh idol immersions) જય જયકાર જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details