ગુજરાત

gujarat

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે

By

Published : Jan 25, 2021, 4:18 PM IST

72મા ગણતંત્ર દિવસ એટલે કે, 26મી જાન્યુઆરીના રોજ નાયબ મુખ્યપ્રધાન વડોદરાના કોઠી રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરશે. આ કાર્યક્રમ પૂર્વે સોમવારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો.

Republic Day
Republic Day

  • નાયબ મુખ્યપ્રધાન પ્રજાસત્તાક પર્વ વડોદરામાં ઉજવશે
  • પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કરશે
  • વહીવટી તંત્ર દ્વારા પૂર્વાભ્ચાસ કરવામાં આવ્યો

જામનગર : 72મા ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ નાયબ મુખ્યપ્રધાન વડોદરાના કોઠી રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરશે. આ કાર્યક્રમ પૂર્વે સોમવારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના તમામ ધારાસભ્યો અને જિલ્લા સમાહર્તા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાશે

પ્રજાસત્તાક પર્વની મંગળવારે ઉજવણી માટે શહેરમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાવપુરા ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર નાયબ મુખ્ય પ્રધાનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. જે અંતર્ગત સોમવારના રોજ પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો. પોલીસના અધિકારીઓ તેમજ પોલીસના જવાનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે

11થી 12 પ્લાટુનો, અશ્વ દળ, ડોગ સ્કવોર્ડ અને પરેડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે

26 જાન્યુઆરીએ રાજ્યભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વડોદરામાં પણ કોઠી કચેરી પાછળ આવેલા પરેડ મેદાન ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ખાસ ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. જે પૂર્વે સોમવારના રોજ વહીવટીતંત્ર દ્વારા પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 11થી 12 પ્લાટુનો, અશ્વ દળ, ડોગ સ્કવોર્ડ સાથે પૂર્વાઅભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ઈનામ વિતરણ કરાવ્યા બાદ નાયબ મુખ્યપ્રધાન પરેડનું નિરીક્ષણ કરશે. માર્ચ પાસ્ટ કરવામાં આવશે. મંગળવારે 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત નાયબ મુખ્યપ્રધાન વડોદરામાં ધ્વજવંદન કરશે. ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદ, જિલ્લા સમાહર્તા પોલીસ કમિશનર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, DSP, DDO તેમજ તમામ અધિકારીઓ હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details