ગુજરાત

gujarat

કલેક્ટર શાલિની અગ્રવાલે ચૂંટણી વ્યવસ્થા અંગે યોજી હતી પત્રકાર પરિષદ

By

Published : Feb 28, 2021, 7:22 PM IST

વડોદરા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જિલ્લા તેમજ તાલુકા પંચાયતની સાથે નગરપાલિકાની ચૂંટણી વ્યવસ્થા અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

વડોદરા
વડોદરા

  • કલેક્ટર શાલિની અગ્રવાલે ચૂંટણી વ્યવસ્થા અંગે પત્રકાર પરિષદ યોજી હતી
  • મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે
  • માસ્ક સહિતની જરૂરી આરોગ્યલક્ષી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો

વડોદરાઃ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જિલ્લા તેમજ તાલુકા પંચાયતની સાથે નગરપાલિકાની ચૂંટણી વ્યવસ્થા અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

ચૂંટણી લક્ષી સામગ્રી મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની 34 બેઠકો તાલુકા પંચાયતની 168 બેઠકો તેમજ ડભોઈ સાવલી અને પાદરા નગરપાલિકાઓના 22 વૉર્ડ 88 બેઠકો પર ચૂંટણી યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ સજ્જ બન્યું હતું અને આગામી 28મી તારીખે મતદાન યોજનાર હતુ જેને લઇને પૂર્વે 27 તારીખે ચૂંટણી લક્ષી સામગ્રી મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સામગ્રી સાથે હેલ્થ કીટ કે જેમાં ફેસ શિલ્ડ, માસ્ક સહિતની જરૂરી આરોગ્યલક્ષી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું ડિસ્પેચિંગ કરવામાં આવશે અને 28મી તારીખે ચૂંટણી પંચની કોવિડ ગાઈડલાઈન અનુસાર તમામ મતદાન મથકો પર મતદાન યોજાશે. જેમાં 2890 કન્ટ્રોલ યુનિટ અને 2890 બેલેટ યુનિટનો ઉપયોગ કરાશે સાથે જ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો તેમજ બિલ્ડિંગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેવું જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.

2 માર્ચે મતગણતરી

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીએ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે, કે જેના સ્થળની વ્યવસ્થા જે તે વિસ્તારના રિટર્નિંગ ઓફિસર દ્વારા નક્કી કરવામાં આવી છે. તે મુજબ તેનું આયોજન થશે અને પરિણામ જાહેર થશે જે પરિણામ ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ જોઇ શકાશે.

ABOUT THE AUTHOR

...view details