ગુજરાત

gujarat

ડભોઇ વિધાનસભા બેઠક પર ભાજપે ધારાસભ્ય શૈલેષ મહેતાને કર્યા રિપીટ

By

Published : Nov 10, 2022, 7:08 PM IST

ગુજરાતમાં ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાજપે 182 માથી 160 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્યારે વડોદરા ડભોઇ વિધાનસભા બેઠક (Dabhoi assembly seat) પર શૈલેષ મહેતાને ટિકીટ આપવામાં આવી છે. આ બેઠક પર શૈલેષ મહેતાની રિપીટ કરવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ડભોઇ વિધાનસભા બેઠક પર ભાજપે ધારાસભ્ય શૈલેષ મહેતાને કર્યા રિપીટ
ડભોઇ વિધાનસભા બેઠક પર ભાજપે ધારાસભ્ય શૈલેષ મહેતાને કર્યા રિપીટ

વડોદરા ગુજરાતમાં ચૂંટણીની (Gujarat Assembly Election 2022) જાહેરાત થઇ ગઇ છે. ચૂંટણીમાં ઉમેદવારોનાનામો પ્રથમ જાહેર કરવાનો શ્રેય આમ આદમી પાર્ટીને જાય છે. આમ આદમી પાર્ટી દ્વારા અનેક ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે અને સૌથી પહેલા આમ આદમી પાટી દ્રારા સૌથી પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આજે સવારે ભાજપ દ્રારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

ડભોઇ વિધાનસભા બેઠક પર ભાજપે ધારાસભ્ય શૈલેષ મહેતાને કર્યા રિપીટ

ઉમેદવારોની યાદી જાહેર આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પછી કોંગ્રેસ દ્વારા પણ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પરંતુ સૌ કોઇની નજર ભાજપની યાદી પર હતી. અનેક નામોને લઇને અટકળોએ પણ સ્થાન લીધું હતું. આજે સત્તાવાર રીતે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાનાની (Gujarat Assembly Election 2022) ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. જેમાં અનેક જૂના અને જાણીતા ચહેરાની ટિકીટ કપાઇ છે. નવા લોકોને સ્થાનઆપવામાં આવ્યું છે. જ્યારે અમુક જૂના જોગીને રિપીટ પર કરવામાં આવ્યા છે.

પરિવારમાં ખુશી વડોદરા ડભોઇ વિધાનસભા બેઠક (Dabhoi assembly seat) પર શૈલેષ મહેતાને ટિકીટ આપવામાં આવી છે. આ બેઠક પર શૈલેષ મહેતાની રિપીટ કરવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. કંકુ-ચાંદલો કરીને આ હરખની ઘડીને વખાવી હતી. તો ફટાફટા ફોડીને સૌએ ઉજવણી કરી હતી. આ તકે શૈલેષ મહેતાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વિશ્વાસ રાખીને ટિકીટ શૈલેષ મહેતાએ જણાવ્યું હતુ કે કુબેર દાદાના આર્શીવાદ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખીને ટિકીટ આપી છે. તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત તમામ હોદ્દેદારોનો ખાસ આભાર માનું છુ. ફરી વખત મારા પર વિશ્વાસ મૂક્યો છે. તેને હુ પરિપૂર્ણ કરીશ. ડભોઇનો ઇતિહાસ બદલીશ અને જંગી બહુમતીથી આ વખતે ડભોઇની સીટ જીતીશ.

ABOUT THE AUTHOR

...view details