ગુજરાત

gujarat

વડોદરામાં પિતાના અંતિમ સંસ્કાર પતાવી તરત જ યુવતી વિધર્મી યુવક સાથે ભાગી

By

Published : Jan 12, 2021, 9:00 AM IST

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી 23 વર્ષની યુવતી ડિસેમ્બરમાં વિધર્મી યુવાન સાથે ભાગી જતા વડોદરા શહેરમાં લવ જેહાદ ચર્ચાનો વિષય બન્યો છે. યુવક 6 ડિસેમ્બરે યુવતીને મુંબઈ લઈ ગયો હતો, જ્યાં તેનું ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરી લીધા હતા. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવ જેહાદ કેસ નોંધાતા હોબાળો મચ્યો હતો. યુવતીના પિતાનું નુધન થયા બાદ તરત તેરમાની વિધિ પતાવી યુવતી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ છે. આ અંગે કારેલીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

વડોદરામાં પિતાના અંતિમ સંસ્કાર પતાવી તરત જ યુવતી વિધર્મી યુવક સાથે ભાગી
વડોદરામાં પિતાના અંતિમ સંસ્કાર પતાવી તરત જ યુવતી વિધર્મી યુવક સાથે ભાગી

  • પિતાની અંતિમ સંસ્કાર કરી વિધર્મી યુવક સાથે ફરી એકવાર ભાગી દીકરી
  • કારેલીબાગ પોલીસ સ્ટેશનના જવાનો બંનેની શોધખોળમાં લાગ્યા
  • વિધર્મી યુવકે યુવતીનું ધર્મ પરિવર્તન કરી લગ્ન કરતા ભારે હોબાળો મચ્યો

વડોદરાઃ 23 વર્ષની યુવતી જે નાગરવાડા વિસ્તારમાં રહેતી હતી. તેની શેરીમાં એક વિધર્મી યુવક રહેતો હતો. આ બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. એટલે યુવતી 2જી ડિસેમ્બરે યુવક સાથે ભાગી ગઈ હતી. વિધર્મી યુવકે છોટા ઉદેપુરમાં યુવતીનું ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે શક્ય ન બનતા. બંને મુંબઈ ગયા. મુંબઈમાં યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી બંનેએ લગ્ન કરી લીધા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા લોકોની ભારે ભીડ જામી હતી. પોલીસે બંનેનું કાઉન્સેલિંગ કરી પોતાના ઘરે મોકલ્યા હતા.

ભાજપના સાંસદ રંજન ભટ્ટે પણ યુવતીને સમજાવી

ભારતીય જનતા પાર્ટીના રાજકીય પક્ષના નેતાઓ અને વડોદરાના સાંસદ રંજન ભટ્ટ પણ યુવતીના ઘરે પહોંચ્યા હતા અને તેને સમજણ આપી હતી. હાલની પરિસ્થિતિ જોતા સાંસદ રંજન ભટ્ટે કહ્યું, ખૂબ જ દુઃખદ સમાચાર છે કે તેમના પિતાજી ગુજરી ગયા છે તેવામાં સાચી શ્રદ્ધાંજલિ યુવતીએ આપવી હોય તો પાછી ઘરે આવવું પડશે અને હું તેમના પરિવાર સાથે વાતચીત કરીશ અને યુવતીને પાછી લાવવાનો પ્રયત્ન કરીશું.

યુવક યુવતીને બ્લેકમેલ કરતો હોઈ શકે એટલે યુવતીએ લગ્ન કર્યા હોય

જ્યારે મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભના રાવલે જણાવ્યું હતું કે, વિધર્મી યુવકે યુવતીને ફોસલાવી લગ્ન કરી લીધા છે. યુવતીને સમજવામાં ભૂલ થઈ છે. પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું નથી. વિધર્મી યુવક યુવતીને બ્લેક મેલ પણ કરતો હોય શકે જેના ડરથી યુવતી તેની સાથે રહેતી હોય તેમ લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details