ગુજરાત

gujarat

Vadodara News: વડોદરામાં સ્વતંત્ર પર્વની ઉજવણી બાદ આચાર્ય અને શિક્ષકે કર્યું શરમજનક કૃત્ય

By

Published : Aug 16, 2023, 8:32 AM IST

Updated : Aug 16, 2023, 9:43 AM IST

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી બાદ શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા દારૂની મહેફિલો માણવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ હોબાળો થયો હતો. આચાર્યએ શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઈ જઈ મોબાઈલ ઉપર અશ્લીલ ફોટો-વીડિયો બતાવતા ચકચાર મચી જવા પામી છે. વાલીઓ અને ગ્રામજનોનું ટોળું શાળા ઉપર ધસી ગયું હતું. લંપટ આચાર્યને મેથીપાક ચખાડ્યો હતો.

Vadodara News: વડોદરામાં સ્વતંત્ર પર્વની ઉજવણી બાદ આચાર્ય અને શિક્ષકે કર્યું શરમજનક કૃત્ય
Vadodara News: વડોદરામાં સ્વતંત્ર પર્વની ઉજવણી બાદ આચાર્ય અને શિક્ષકે કર્યું શરમજનક કૃત્ય

વડોદરામાં સ્વતંત્ર પર્વની ઉજવણી બાદ આચાર્ય અને શિક્ષકે કર્યું શરમજનક કૃત્ય

વડોદરા:વડોદરામાં આવેલા અભોર ગામમાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ હોબાળો થયો હતો. પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક સ્કૂલમાં 77 - માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આચાર્ય અને શિક્ષક દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ ઉપરાંત શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઈ અશ્લીલ ફોટો-વીડિયો બતાવ્યા હતા. વાલીઓને આ વાતની જાણ થઈ અને શાળાએ જઈ ને આચાર્યને મેથીપાક ચખાડ્યો હતો.



"અભોર ગામના ગ્રામજનો દ્વારા આ બનાવ અંગે પોલીસને માહિતી અપાતાં પોલીસ ના જવાનો બનાવના સ્થળે પહોંચી ગયાં હતાં અને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં બંને દોષિતોને અટકાયત કરી વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે"-- કે.ડી.જાટ (વડું પી.એસ.આઈ)

અશ્લીલ ફોટો-વીડિયો: ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીઓએ ઘરે જઈ પોતાના વાલીઓને આ બનાવ અંગે જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તુરંત જ વાલીઓ સ્કૂલ ઉપર પહોંચ્યા હતા. વિદ્યાર્થિનીઓના વાલીઓને હાંફળા-ફાંફળા સ્કૂલમાં જતા જોઈ ફળિયાના લોકો પણ સ્કૂલ ઉપર દોડી ગયા હતા. જોતજોતામાં સ્કૂલ ખાતે મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળાએ આચાર્ય મહેન્દ્રભાઈ જાદવને સ્કૂલ માંથી બહાર કાઢી લાવી માર માર્યો હતો.

શિક્ષકોને સસ્પેન્ડ કરાયા:સમગ્ર શિક્ષણ જગત માટે કલંકરૂપ આ ઘટના અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલે) જણાવ્યું હતું કે, આ ઘટના શિક્ષણ જગત માટે શરમજનક છે. આચાર્ય મહેન્દ્રભાઇ જાદવ સામે જે કંઈ આક્ષેપ થયા છે તે ચલાવી લેવાય તેમ નથી. તેઓની સાથે અન્ય એક શિક્ષક રમેશભાઈ પંચાલ પણ દારૂના નશામાં ઝડપાયા છે. આ બંને સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી રહી છે. હાલ બંનેની અટકાયત પણ કરી લેવામાં આવી છે. બંને સામે ફરિયાદ દાખલ થતાં તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

શાળામાં જ માણી દારૂની મહેફિલ: ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા બાદ મોટાભાગના લોકો રવાના થઈ ગયા હતા. સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ હાજર હતા. મોટાભાગના લોકો રવાના થઈ ગયા બાદ સ્કૂલના આચાર્ય મહેન્દ્રભાઇ ચંદુભાઈ જાદવ (હાલ રહે. પાદરા) અને શિક્ષક રમેશભાઈ આશાભાઈ પંચાલે દારૂની મહેફિલ જમાવી હતી. મહેફિલ દરમિયાન આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ સ્કૂલમાં ફરી રહેલી ત્રણ વિદ્યાર્થિનીઓને લઈ સ્કૂલ શૌચાલયમાં લઈ ગયો હતો. તેઓને પોતાના મોબાઈલ ફોન ઉપર અશ્લીલ ફોટા અને વીડિયો બતાવતા વિદ્યાર્થિનીઓ ચોંકી ઉઠી હતી.

પોલીસે બંનેની અટકાયત કરી:આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા પોલીસે ગણતરીની મિનિટોમાં અભોર ગામમાં દોડી આવી હતી. ટોળામાં ઘેરાયેલા આચાર્ય મહેન્દ્રભાઈ જાદવને બચાવી પોલીસ મથકમાં લઈ ગયા હતા. સાથે શિક્ષક રમેશભાઈ આશાભાઈ પંચાલ (રહે. પાદરા)ને પણ પોલીસ સ્કૂલમાં દારૂની મહેફિલ માણવાના કેસમાં પોલીસ મથકમાં લઈ ગઈ હતી અને ગામ લોકોની ફરિયાદના આધારે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. MLA ચૈતન્ય સિંહ ઝાલાએ પણ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આ વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષકે શરમજનક કૃત્ય કર્યું છે. જેથી સમાજમાં ખોટો મેસેજ પહોંચે તે યોગ્ય ન કહેવાય. જેથી આવી વ્યક્તિ સામે કડકમાં કડક સજા થાય તે બાબતે પીએસઆઈને પણ કાનૂની કાર્યવાહી હાથ ધરવા જાણ કરવામાં આવી છે.

  1. Vadodara News:યુનિવર્સીટી કોમન એક્ટ 2023ના વિરોધમાં કમાટીબાગ ખાતે યોજાઈ ચિંતન બેઠક, રાજ્ય વ્યાપી જન આંદોલનની ચીમકી
  2. Vadodara City Commissioner of Police : શહેર પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે વિધિવત ચાર્જ સંભાળ્યો
Last Updated : Aug 16, 2023, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details