ગુજરાત

gujarat

Online Fraud: SBIના કસ્ટમર કેર નંબર ઉપર કોલ કર્યો અને યુવાને 2 લાખ ગુમાવ્યાં

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 6:48 AM IST

દેશભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, ભેજાબાજો ટેકનોલોજી અને લોકોના ભોળપણનો ફાયદો ઉઠાવીને ગણતરીની સેકન્ડોમાં લોકોના બેંક ખાતાઓ સાફ કરી નાખે છે. ત્યારે વડોદરાના ડભોઈમાં પણ એક યુવક સાયબર ક્રાઈમનો ભોગ બન્યો હતો, જેણે 2 હજાર રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા જતાં 2 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

SBIના કસ્ટમર કેર નંબર ઉપર કોલ કર્યો અને યુવાને 2 લાખ ગુમાવ્યાં
SBIના કસ્ટમર કેર નંબર ઉપર કોલ કર્યો અને યુવાને 2 લાખ ગુમાવ્યાં

વડોદરા: દેશ સહિત રાજ્યભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વડોદરાના ડભોઈમાં પણ એક યુવક સાયબર ક્રાઈમનો ભોગ બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.વડોદરા જિલ્લાના ડભોઇની આંબેડકર સોસાયટીમાં રહેતા અને ડીશ કેબલ કનેક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા રવિન્દ્ર મકવાણા નામના યુવકને 2 હજારનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું મોંઘુ પડ્યું હતું. રવિન્દ્રએ એસબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા 2 હજાર રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યુ હતું. આ ટ્રાન્ઝેક્શન સક્સેસ ન થવાથી તેણે SBIના ક્રેડિટ કાર્ડ ઉપર છાપેલાં ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો, જોકે, કોલ ડિસકનેક્ટ થયો અને સામેથી તુરંત જ એક ફેક કોલ આવ્યો હતો.

કેવી રીતે થયું ઓનલાઈન ફ્રોડ: મળતી માહિતી અનુસાર ગત 25 ડિસેમ્બર 2023ના રોજ ડભોઈના રવિન્દ્ર મકવાણા નામના યુવકે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા GTPL કંપનીમાં 2 હજાર રૂપિયાનું ટાન્ઝેક્શન કર્યુ હતું. જોકે, આ ટ્રાન્ઝેક્શન સક્સેસ ન થતાં તેણે SBI ક્રેડિટ કાર્ડ પર દર્શાવેલા કસ્ટમર કેર નંબર ઉપર કોલ કર્યો હતો. જોકે આ કોલ ડિસકનેક્ટ થઈ ગયો હતો અને સામેથી તરંત જ એક ફેક કોલ આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ ભોગ બનનારને સ્ટેપ બાય સ્ટેપ પોતાના મોબાઈલમાં પ્રોસેસ કરવા કહ્યું અને Anydesk એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લીધી અને તેની સાથે ફ્રોડ વ્યક્તિએ રવિન્દ્રના સંપૂર્ણ ડેટા મેળવી લીધી અને ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટ પૂરી કરી દીધી. આ ઉપરાંત તેમનાં સેવિંગ ખાતામાં રહેલા રૂપિયા 8,000 પણ સેરવી લીધા હતાં. આમ, રવિન્દ્રને બે લાખ ઉપરાંતની રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો.

સાયબર ક્રાઈમમાં નોધાવી ફરિયાદ: યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. જેથી તેણે સાયબર ક્રાઇમનો સહારો લઈ સાઇબર ક્રાઇમમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ઓનલાઈન ફ્રોડ આ ઘટનાએ બેન્કિંગ ક્ષેત્રમાં કસ્ટમર કેર કોલ સેન્ટરો ઉપર પણ મોટાં સવાલો ઉભા કર્યા છે. હાલ તો ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમનું દુષણ:એક તરફ સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ બીજી તરફ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધતા સાયબર ફ્રોડના બનાવોથી નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહયો છે. એટલું જ નહીં પરંતુ મોબાઈલ કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ, બેન્કિંગ ક્ષેત્રમાં રહેલાં લોકોના ડેટા પણ લીક થતાં હોવાનું પણ જાણવા મળી રહયું છે. તો બીજી તરફ સાયબર ક્રાઈની ઘટનાઓને લઈને સાયબર ક્રાઈમ પણ અવાર-નવાર જનજાગૃતિના કાર્યક્રમો કરીને આવા ઠગબાજોથી સાવધાન રહેવાના પ્રયાસો કરી રહ્યું છે.

  1. Fake royalty pass scam : વડોદરા જિલ્લામાં ચાલતા નકલી રોયલ્ટી પાસ કૌભાંડનો વલસાડથી થયો પર્દાફાશ
  2. વડોદરામાં આર.આર. કાબેલ ગ્રુપના 40 ઉપરાંત વિવિધ ઠેકાણે ITનો સપાટો

ABOUT THE AUTHOR

...view details