ગુજરાત

gujarat

પાર્ટનર સાથે જીમ શરૂકરી કરોડોનો ચૂનો લગાવનાર કૈલાશ જાધવ ઝડપાયો

By

Published : Sep 6, 2022, 6:18 PM IST

વડોદરા શહેરમાં તબીબ સાથે મિત્રતા કેળવ્યાં બાદ ભાગીદારીમાં જિમ શરૂ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઠગાઈ કરનાર આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસની નજરથી ભાગતો ફરતો હતો. જેને ઝડપી પાડવા પોલીસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.Cheated by starting a gym, starting a gym in Vadodara, Fraud case in Vadodara

પાર્ટનર સાથે જીમ શરૂકરી કરોડોનો ચૂનો લગાવનાર કૈલાશ જાધવ ઝડપાયો
પાર્ટનર સાથે જીમ શરૂકરી કરોડોનો ચૂનો લગાવનાર કૈલાશ જાધવ ઝડપાયો

વડોદરાધંધા અને બિઝનેસમાં છેતરપિંડી અને ઠગાઈના કિસ્સા વારંવાર સામે આવતા (fraud was committed by starting a gym)હાય છે. વડોદરા શહેરમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાણીતા તબીબ સાથે મિત્રતા કેળવ્યા બાદ ભાગીદારીમાં જિમ શરૂ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં બેન્કમાંથી ખોટા દસ્તાવેજોથી લોન લઈ ઠગાઈ કરવામાં આવી હતી. આ ઠગાઈ કરનાર આરોપીછેલ્લા કેટલાક સમયથી પોલીસની નજરથી(Fraud case in Vadodara)ભાગતો ફરતો હતો. જેને ઝડપી પાડવા પોલીસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.

જિમ શરૂ કરી છેતરપિંડી આચરવામાં આવીઆ ઠગાઈ કરનાર કૈલાસ સુભાષચંદ્ર જાધવે વર્ષ 2014થી 1 સપ્ટેમ્બર,2020 સુધીના સમયગાળામાં તબીબ સાથે મિત્રતા કરી પોતે જિમના ધંધામાં સારો જાણકાર હોવાનો ખોટો ડોળ ઊભો કર્યો હતો. ત્યારબાદ કૈલાસે 28 જાન્યુઆરી, 2015ના રોજ તબીબ સાથે ભાગીદારીની ડીલ કરી અલાઇવ જિમ એન્ડ ફિટનેસ સેન્ટર નામના જિમમાં રૂપિયા 97.60 લાખનું રોકાણ કરાવ્યું (Cheated by starting a gym)હતું. જે બાદ જિમમાં વધુ રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી ભાગીદારી પેઢીના નામે કેનેરા બેન્કમાંથી 1 કરોડની 7 વર્ષની લોન લીધી હતી. આરોપી કૈલાસ જાધવ તથા તેના સાથીદારોએ જિમના હિસાબોનું ઓડિટ કરાવ્યું હતું. જે માટેના ખોટા ડોક્યૂમેન્ટ તથા હિસાબ આરોપી કૈલાસ જાધવ તથા આરોપી સંજયે સીએને પૂરા પાડી ખોટા હીસાબો ઊભા કરાવી પ્રમાણિત કરાવ્યા હતા.

અલગ અલગ બેન્કોમાંથી લોન કરાવીકૈલાસ જાધવે તબીબના નામની ખોટી અને બનાવટી સહીઓ કરી તેના પર પેઢીના સિક્કા મારી બનાવટી દસ્તાવેજોથી એચડીએફસી, નિઝામપુરા, એચડીએફસીની રાવપુરા શાખા,ઇન્ડસઇન્ડ બેંક, ગોત્રી શાખા, નિયોગોથ અમદાવાદની શાખાઓમાંથી બેન્કના કર્મચારીઓના મેળાપીપણામાં અલગ અલગ બેન્કોમાંથી કુલ રૂપિયા 3 કરોડની લોન મંજૂર કરાવી હતી. આ તમામ રૂપિયા આરોપી કૈલાસ જાધવે ખર્ચ કરી નાખ્યા હતા. કેનેરા બેન્કમાં પણ કૈલાસે તબીબની જાણ બહાર લોનની મુદ્દત વધારી દીધી હતી.

જિમના નામે ખોટી રીતે મેળવેલી લોનઆમ આરોપી દ્વારા બેન્કોમાંથી જિમના નામે ખોટી રીતે મેળવેલી લોનની ઉચાપત કરાઈ હતી. આ ઠગાઈની જાણ પોલીસને કરાતા બેન્કોમાંથી ખોટા દસ્તાવેજોથી લોન લઈ ઠગાઈ કરનાર કૈલાસ સુભાષચંદ્ર જાધવની ડીસીબી પોલીસે ધરપકડ કરવામાં આવી હતી. રૂપિયા 3 કરોડથી વધુથી ઠગાઈ કરનાર કૈલાસથી ધરપકડ થયા બાદ તેના રિમાન્ડ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા. જેથી તેની જેલમાં મોકલવામાં આવ્યો હતો.

આગોતરા જામીન મેળવવા માટે અરજીમુખ્ય આરોપી કૈલાસ જાધવે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે અરજીને હાઈકોર્ટ દ્વારા મંજૂર ન કરાયા હતા. હાઈકોર્ટમાં જામીન નામંજૂર થતાં આરોપી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા માટે અરજી કરી હતી. જેને સુપ્રિમ કોર્ટે પણ નામંજૂર કરી હતી. જેથી ડીસીબી દ્વારા તેને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના પોલીસ કસ્ડીના રિમાન્ડની અરજી નામૂજૂર કરતાં કૈલાસને જ્યુડિશિયલ કસ્ડી હેઠળ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details