ગુજરાત

gujarat

પતિ સામે મારઝૂડ અને અત્યાચાર ગુજાર્યાની એક જ દિવસમાં ત્રણ ફરિયાદ

By

Published : Dec 31, 2022, 3:29 PM IST

વડોદરા શહેર અને જિલ્લામાં એક દિવસમાં (3 FIR registered in one day) જ પતિ સામે મારઝુડ અને અત્યાચારની ત્રણ ફરિયાદ નોંધાઈ (FIR of domestic violence in vadodara district) હતી. શહેરના હરણી, મકરપુરા અને જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં પરિણીતાઓએ ફરિયાદ નોંધાવી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. પોલીસે ફરિયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

FIR of domestic violence in vadodara district
FIR of domestic violence in vadodara district

વડોદરા:પતિ સામે મારઝુડ અને અત્યાચારની ફરિયાદોમાં વધારો થઇ રહ્યો (FIR of domestic violence in vadodara district) છે. વડોદરા જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાતા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. ડભોઇમાં પત્નીને 2 લાખ પિયરમાંથી લાવવાને લઈને ત્રાસ આપાયો હોય તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો (fir of dowry in j p police station) છે. હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પતિએ ગેરવર્તણૂક કરી છૂટાછેડાની ધમકી આપી (fir of domestic violence in harni police station) હતી.

તાંદલજાખાતે નોંધાયેલી ફરિયાદ:જે પી પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતીના નિકાહ ડભોઇની હિરા ભાગોળ ખાતે આવેલ ખેડાવાડ ફળિયામાં રહેતા અને સાવલીની આશા મેનપાવર કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હાસ્મીની હુસેન બેલીમ સાથે ડિસેમ્બર 2021માં થયા (fir of dowry in j p police station)હતા. પરિણીતા નિકાહ બાદ સાસર ગઇ તો સાસરીયા તેને નાની-નાની વાતોમાં પરેશાન કરવા લાગ્યા હતા. પરિણીતાને કપડા ધોવા માટે સાબુ આપતા ન હતા તેમજ લાઇટ-પંખા પણ ચાલુ કરવા દેતા ન હતા. તેમજ પતિ સહિતના સાસરીયાઓએ પરિણીતાને પિયરમાંથી બે લાખ રૂપિયા લઇ આવવા દબાણ કરતા હતા. પતિ પણ પરિણીતા બહાર જાય તો તેના પર વહેમ રાખતો હતો અને મારઝૂડ કરતો. સાથે સાસરીયાએ ધમકી આપી હતી કે તુ જ્યાં જઇશ ત્યાં અમારુ કોઇ કંઇ બગાડી લેવાનું નથી. અમારી ઓળખાણ તમામ જગ્યાએ છે અને બીજા લગ્ન કરવા માટે ધાકધમકી આપતા હતા કે આપણા સમાજમાં તો ચાર પત્નીઓ રાખવાની છૂટ હોય છે. જેથી બીજા લગ્ન કરી લઇશું. આ મામલે પરિણીતાએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી(fir of dowry in j p police station) છે.

હરણી પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ:હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ (fir of domestic violence in harni police station)અનુસાર લગ્ન પહેલા સુજય શાહે કહ્યું હતું કે તે પરિણીતાના પ્રથમ પતિથી થયેલ સંતાનને સાથે રાખશે. જો કે પુત્ર સાથે રહેવા આવતા જ પતિ સુજય શાહનું વર્તન બદલાઇ ગયું હતું. નાના-નાની વાતો ઝઘડા કરવા લાગ્યો હતો. પરિણીતા બીજું લગ્ન ન તૂટે તે માટે ત્રાસ સહન કરતી રહી હતી. દરમિયાન પતિ શેરબજારના વ્યવસાય માટે અમદાવાદના શાહપુર દરવાજા પાસે આવેલ શાહ કોલોનીમાં રહેવા આવ્યો (fir of domestic violence in harni police station)હતો. જેથી પરિણીતા પણ સંતાન સાથે ત્યાં રહેવા આવી હતી. પતિએ શેરબજારમાં રોકાણ માટે પરિણીતા પાસે 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી પરિણીતાએ સાડા પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જે માંથી પતિએ હજું સુધી 1 લાખ 80 હજાર પરત નથી આપ્યા. પરિણીતાએ રૂપિયા પરત માંગતા પતિ સુજય શાહે કહ્યું હતું કે મે મારી અગાઉની પત્નીને ફારગતિ આપી દીધી હતી તેમજ તને પણ ફારગતિ આપી દેતા વાર નહીં લાગે. જેથી પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં આ મામલે પતિ સામે ફરિયાદ નોંધાવી (fir of domestic violence in harni police station)છે.

મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ:શહેરના સોમા તળાવ પાસે રહેતી યુવતીના લગ્ન એપ્રિલ 2021માં ડભોઇ રોડ પર આવેલ વૃંદાવન રો-હાઉસમાં રહેતા હેમંત કુમાર રોહિત સાથે થયા (fir in makarpura police station) હતા. લગ્નના કેટલાક મહિના બાદ સાસુ પરિણીતાને કહેતી કે તુ મને ગમતી નથી અને મારા દિકરાની જિદના કારણે તને ઘરમાં લાવી છું, નહીં તો હું તને રાખત નહીં. આ અંગે પરિણીતાએ પતિને જણાવતા પતિએ પણ તેની માતાનો સાથ આપ્યો હતો અને પત્નીને આ બધુ સહન કરવું પડશે તેમ કહ્યું હતું. દરમિયાન પરિણીતા તેના પિયરમાં પિતા સાથે ફોન પર વાત કરતી હતી તો સાસુએ આવી ફોન ઝૂંટવી લીધો હતો. તેમજ ઘરની વાતો તારા પિતાને કહી દે છે તેમ કહી લાફા ઝીંકી દીધા હતા. પરિણીતાના સસરા પણ ત્યાં હાજર હતા અને તેમણે પણ પુત્રવધૂને ઉપરાછાપરી થપ્પડ મારી દીધી (fir in makarpura police station) હતી. તેમજ પતિ અને સાસરીયાએ અહીં રહેવું હોય તો તારા બાપના ઘરેથી પાંચ લાખ રૂપિયા લઇ આવ તેવી ધમકી આપી માર માર્યો હતો. પરિણીતાએ આ મામલે પતિ અને સાસરીયા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (fir in makarpura police station) છે.

ABOUT THE AUTHOR

...view details