ગુજરાત

gujarat

ડાંગ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજાયા

By

Published : Aug 9, 2020, 7:11 PM IST

રવિવારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ડાંગ જિલ્લામાં યુવાનો દ્વારા વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજીને વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી હતી.

ડાંગ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજાયા
ડાંગ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજાયા

ડાંગઃ રવિવારે 9મી ઓગસ્ટને યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કર્યો છે. આદિવાસીઓ પ્રકૃતી પુજક છે ત્યારે હાલ કોરોનાની મહામારીનાં કારણે શાંતિપુર્ણ માહોલમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનાં ભાગરૂપે ડાંગ જિલ્લાનાં આદિવાસી યુવાઓ દ્વારા ઠેરઠેર વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

રવિવારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ડાંગ જિલ્લામાં યુવાનો દ્વારા વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજીને વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી હતી. આદિવાસી યુવક મંડળ સાપુતારાનાં યુવાનો તથા ડાંગ બી.ટી.એસના પ્રમુખ સહીત ,વધઇ નગરનાં અનેક યુવાનોએ શનિવારે વૃક્ષારોપણ કરી આઝાદીના લડવૈયા બિરસામુંડાની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા.

ભારતમાં કુલ વસ્તીનાં 14.7% વસ્તી આદિવાસીઓની છે. જેમાં ગુજરાતમાં 1 કરોડ જેટલી આદિવાસીઓની વસ્તી આવેલ છે. જ્યારે ડાંગ જિલ્લામાં 100% વસ્તી આદિવાસીઓની છે. આદિવાસી લોકો પ્રકૃતી પુજક ગણાય છે. પ્રકૃતી ઉપર નિર્ભર રહેનાર અને પ્રકૃતિની પુજા કરનાર આદિવાસીઓ પ્રકૃતિનું મહત્વ બેખુબી જાણે છે.

હાલ કોરોના મહામારીનાં કારણે લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આજ રોજ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ડાંગ જિલ્લાનાં યુવાનો દ્વારા ઠેરઠેર વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજીને વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી હતી. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે યુવાઓએ જણાવ્યું હતું કે, વૃક્ષોનાં પગલે આદિવાસી પ્રકૃતી પુજક છે. અને પ્રકૃતી ઉપર જ આદિવાસીનું જીવન નિર્ભર છે.

જંગલની વનસ્પતિઓ દવા તરીકે તથા જંગલની વન પેદાશો તેઓ ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોય છે. જંગલ ખુબ જ જરૂરી છે. જે માટે રવિવારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સાપુતારા યુવક મંડળનાં યુવાનો દાનીયેલ, બાગુલ,બારીપાડા યુવા આગેવાન સંતોષ ભુસારા તથા ડાંગ બી.ટી.એસનાં પ્રમુખ રાકેશભાઇ પવાર દ્વારા શનિવારે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજીને વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી હતી..

ABOUT THE AUTHOR

...view details