ગુજરાત

gujarat

કોરોના સેવાયજ્ઞ અંતર્ગત મહેસાણા જિલ્લામાં 400 અને વડનગરમાં 150 રાશન કીટનું વિતરણ કરાયું

By

Published : May 12, 2021, 7:17 PM IST

રાજ્યપાલ દ્વારા શરૂ કરેલા “કોરોના સેવાયજ્ઞ” પહેલ અંતર્ગત વડનગરમાં સહયોગી યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા 400 રાશન કીટોનું વિતરણ કરાયું હતું.વડનગર GMERSના ડીન હિમાન્શુ જોષીએ જણાવ્યું હતું કે કોરોના વોરીયર્સની સેવાની આ અનોખી પહેલ થકી આરોગ્ય કર્મીઓને પ્રોત્સાહન મળ્યું છે.

કોરોના સેવાયજ્ઞ અંતર્ગત મહેસાણા જિલ્લામાં  400 અને વડનગરમાં 150 રાશન કીટનું વિતરણ કરાયું
કોરોના સેવાયજ્ઞ અંતર્ગત મહેસાણા જિલ્લામાં 400 અને વડનગરમાં 150 રાશન કીટનું વિતરણ કરાયું

રાજ્યપાલ દ્વારા શરૂ કરેલા “કોરોના સેવાયજ્ઞ” પહેલ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વડનગરમાં સહયોગી યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા 400 રાશન કીટોનું વિતરણ કરાયું

વડનગરમાં પણ 150 કીટનું વિતરણ કરાયું

મહેસાણા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોના સેવાયજ્ઞ અંતર્ગત કોરોના વોરિયર્સને રાશનકીટ અને આવશ્યક ચીજવસ્તુઓની કીટ મળે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી વાહનોને ફ્લેગઓફ કરાવ્યું હતું. મહેસાણા જિલ્લામાં યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા બુધવારે 400 કીટનું વિતરણ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા અનસ્ટોપેબલ સંસ્થાના ટ્રસ્ટી અને GMERS મેડીકલ કોલેજ વડનગરના ડીન હિમાન્શુ જોષી દ્વારા આ પહેલા પણ વડનગર ખાતે સંસ્થાના માધ્યમથી 150 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, રાજ્યપાલ દ્વારા શરૂ કરેલી કોરોના સેવા યજ્ઞમાં અમારી સંસ્થાને જન સેવાનો મોકો મળ્યો છે.વર્તમાન રોગચાળાની પરિસ્થિતિનો સામનો કરવા માટે સેવાયજ્ઞની આ પહેલ થકી કોરોનો વોરીયર્સના જુસ્સા અને ઉત્સાહમાં વધારો થઇ રહ્યો છે.

કોરોના સેવાયજ્ઞ અંતર્ગત મહેસાણા જિલ્લામાં 400 અને વડનગરમાં 150 રાશન કીટનું વિતરણ કરાયું

રાશન કીટ અર્પણ કરવામાં આવી

વડનગર મેડીકલ કોલેજ ડીન હિમાન્શુ જોષીએ જણાવ્યું હતું કે જેમાં રાશનકીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા વડનગર ખાતે 150 જેટલી કીટોનુ વિતરણ કરાયું છે.જેમાં કોરોના વોરીયર્સ તેમજ દર્દીઓના પરીવાર સહિત ગામમાં જરૂરીયાતમંદોને કીટો પુરી પાડવામાં આવી હતી. આ કીટમાં એક કુટુંબના ચાર વ્યક્તિઓને 01 મહિના જેટલું રાશન પુરૂ પાડવામાં આવે છે, પ્રાથમિક પણે વર્ગ-04ના કર્મચારીઓને રાશનકીટ સહિત આવશ્યક ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી છે.જેમાં કઠોળ, રસોઇતેલ, અનાજ, મસાલા, નાસ્તા, ટોઇલેટેરીઝ અને ડિટર્ઝન્ટ જેવી આવશ્યક પુરવઠો ધરાવતી વસ્તુઓ આપવામાં આવી હતી.

કોરોના સેવાયજ્ઞ અંતર્ગત મહેસાણા જિલ્લામાં 400 અને વડનગરમાં 150 રાશન કીટનું વિતરણ કરાયું

ફરજ પરના સ્ટાફને પ્રોત્સાહિત કરી સન્માન આપતા પ્રેરણાદાયી કાર્ય કરાયું

વડનગર ખાતે મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં મેડીકલ સપોર્ટ સ્ટાફ, વોર્ડ બોયઝ સહિત આરોગ્ય કર્મચારીઓને કીટ આપવામાં આવી છે.યુવા અનસ્ટોપેબલ ટીમ દ્વારા કરાઇ રહેલ શ્રેષ્ઠત્તમ કામગીરી પ્રશંસાને પાત્ર છે, રાજ્યમાં હેલ્થકેર કર્મયોગીઓ કોવિડની ભયાનક પરિસ્થિમાં બીજાનો જીવ બચાવવા માટે પાતોના સ્વાસ્થયને જોખમમાં મુકી સેવાનું કાર્ય કરી રહ્યા છે આવા કર્મયોગીઓને કોરોના સેવાયજ્ઞમાં બિરદાવવા સરકાર દ્વારા શરૂ કરેલી પહેલને યુવા અનસ્ટોપબેલ સંસ્થાના ડીન હિમાન્શુ જોષીએ આભાર વ્યક્ત કરી કાર્યને ઉત્સાહપુર્ણ રીતે પુર્ણ કરવા કટિબધ્ધતા બતાવી હતી.

કોરોના સેવાયજ્ઞ અંતર્ગત મહેસાણા જિલ્લામાં 400 અને વડનગરમાં 150 રાશન કીટનું વિતરણ કરાયું

ABOUT THE AUTHOR

...view details