ગુજરાત

gujarat

પ્રભારી મંત્રી જયેશ રાદડીયાએ ગીર-સોમનાથ જિલ્લાના પદાધિકારી પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી

By

Published : May 4, 2021, 8:16 PM IST

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, જરૂરી બેડની સુવિધાઓ, દવાઓ વગેરે અંગે પદાધિકારી પંચાયતના સભ્યો સાથે ચર્ચા કરવા પ્રભારી મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી હતી.

પ્રભારી મંત્રી જયેશ રાદડીયા એ ગીર-સોમનાથ જિલ્લાના પદાધિકારી પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી
પ્રભારી મંત્રી જયેશ રાદડીયા એ ગીર-સોમનાથ જિલ્લાના પદાધિકારી પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાલક્ષી બેઠક

પ્રભારી મંત્રી જયેશ રાદડીયા ના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાઈ બેઠક

ગીર-સોમનાથ: કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતેના સભાખંડમાં જિલ્લાના પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

જિલ્લાની કોરોના પરિસ્થિતિ અંગે થઈ ચર્ચા

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ સ્થિત અંગે જિલ્લાના પદાધિકારી તેમજ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ સહિત પ્રધાન જયેશ રાદડીયાએ કોરોના અંગે સમિક્ષા બેઠક યોજી હતી. જિલ્લામાં ઓક્સીજનની સ્થિતી તેમજ રેમડેસીવર ઇન્જેકશન, હોસ્પિટલમાં બેડ તેમજ વેકસીન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાનનું સ્વપ્ન સાકાર કરીએ. દરેક ગામમાં આઇસોલેશન બેડની સુવિધા ઉભી કરવા જણાવ્યું હતું.

જિલ્લાના અગ્રણી નેતાઓ રહ્યા ઉપસ્થિત

આ બેઠકમાં અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઇ પરમાર, પુર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, પુર્વ બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, પુર્વ ધારાસભ્યશ્રી કાળુભાઇ રાઠોડ સહિત જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details