ગુજરાત

gujarat

દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન

By

Published : May 18, 2021, 9:33 PM IST

સુરત શહેર અને જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડાને પગલે સૌથી મોટું નુકસાન ખેડૂતોને થયું છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારેથી અતિભારે વરસાદને પગલે તથા ભારે પવનને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડાંગર,કેરી, કેળા એવા કેટલાક બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂત આગેવાનો અનુસાર સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને છે જે 100 થી 150 કરોડનું છે. જ્યારે કેરીના પાકને 300 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન
દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન

સુરત જિલ્લામાં વાવાઝોડાની માઠી અસર

ડાંગર,કેરી,કેળા સહિતના બાગાયતી પાકોને થયું કરોડોનું નુકસાન

50 ટકા જેટલો પાક નષ્ટ થયો

સુરત: વાવાઝોડાની અસરને પગલે સુરત જિલ્લામાં ડાંગર,કેરી,કેળા સહિતના બાગાયતી પાકોને વધુ નુકસાન થવા પામ્યું છે. મોટાભાગનો ભાગ ખેતરોમાં જ પડ્યો રહ્યો હોવાને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અતિભારે કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે અંદાજે 50 ટકા જેટલો ભાગ નષ્ટ થઈ ગયો છે અને તેને લઈને ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે.જેમાં સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને થયું છે. ડાંગરના પાકને 100 થી 150 કરોડનું નુકસાન થયું છે તો કેરીના પાકને આશરે 300 કરોડનું નુકસાન થયું છે.

દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન

50 ટકાથી વધુ પાક ખેતરમાં પડી રહેશે

જયેશભાઇ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના મુખ્ય પાક એવા ઉનાવ ડાંગરમાં તારાજી સર્જાઈ છે 22 થી 25 લાખની ગુણી જેટલો ભાગ વેસ્ટ ગયો છે. એકરની જો કરવામાં આવે તો 1 લાખ થી વધુ એકરના પાકમાં 50 ટકાથી વધુ પાક ખેતરમાં પડી રહેવાને કારણે મોટુ નુકશાન થયું છે.

300 કરોડનું નુકસાન ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો

તેઓએ કેરીના પાકને લઈને વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડામાં વરસેલા વરસાદને કારણે માંડ 10 ટકા કેરી જ ખેડૂતોએ ઉતારી છે એવા સમયે તેમને પાકમાં ભારે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં આશરે એક લાખ હેક્ટરમાં કેરીનો પાક ઉપજાવવામાં આવે છે. જેમાં પણ આશરે 300 કરોડનું નુકસાન ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે. જયારે કેળામાં આશરે 50 કરોડનું નુકસાન થયું છે. અમે તાત્કાલિક ધોરણે સર્વે કરી મુખ્યમંત્રી સહાય યોજના થકી ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે કૃષિ મંત્રીને આજે રજૂઆત પણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details