ગુજરાત

gujarat

મધ્યપ્રદેશથી અમદાવાદમાં હથિયાર લાવી વેચનારની ધરપકડ

By

Published : Aug 23, 2020, 12:50 PM IST

Updated : Aug 25, 2020, 11:02 AM IST

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શખ્સની ગોમતીપુરમાંથી હથિયારો સાથે ધરપકડ કરી છે. સોહિલ ઉર્ફે બાપુડી નામનો આ વ્યક્તિ એમપીથી હથિયારો લાવ્યો હતો અને ગોમતીપુરમાં વેચવા નીકળ્યો હતો, ત્યારે જ ઝડપાઇ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે 2 હથિયાર જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ: એમપીથી હથિયાર લઈને અમદાવાદમાં વેચનાર 2 હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
અમદાવાદ: એમપીથી હથિયાર લઈને અમદાવાદમાં વેચનાર 2 હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શખ્સની ગોમતીપુરમાંથી હથિયારો સાથે ધરપકડ કરી છે. સોહિલ ઉર્ફે બાપુડી નામનો આ વ્યક્તિ એમપીથી હથિયારો લાવ્યો હતો અને ગોમતીપુરમાં વેચવા નીકળ્યો હતો, ત્યારે જ ઝડપાઇ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે 2 હથિયાર જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ: એમપીથી હથિયાર લઈને અમદાવાદમાં વેચનાર 2 હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, એક યુવક ગોમતીપુરમાં આવેલી વિક્રમ મિલ પાસેથી હથિયાર લઈને પસાર થવાનો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી, ત્યાંથી એક શંકાસ્પદ યુવક નીકળતા જ તેની અટકાયત કરાઈ હતી. જે બાદ જાણવા મળ્યું હતું કે, તે મૂળ જૂનાગઢનો છે તેનું નામ સોહિલ છે. સોહિલની તપાસ કરતા તેની પાસેથી બે પીસ્ટલ, ચાર કાર્તિઝ, એક મેગઝીન મળી આવ્યા હતા.

આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, આ હથિયાર મધ્યપ્રદેશના છોટુ સરદાર નામના વ્યક્તિ પાસેથી ચારેક માસ પહેલા લાવ્યો હતો. સોમવાર તે ગોમતીપુરમાં વેચવા જવાનો હતો. પોલીસે અગાઉ ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા શુટરને પણ હથિયાર સાથે ઝડપી પાડયો હતો, ત્યારે હવે અન્ય શખ્સ હથિયાર સાથે ઝડપાતા તેની વધુ તપાસ કરવામાં આવશે કે તે હથિયાર કોને આપવાનો હતો અને અગાઉ હથિયાર લાવ્યો હતો કે કે કેમ?

Last Updated : Aug 25, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details