ગુજરાત

gujarat

ગંદકી મુકત ભારત અભિયાન અંતર્ગત DDOએ વેબિનાર યોજી ગ્રામ પંચાયતોને માર્ગદર્શન આપ્યું

By

Published : Aug 13, 2020, 8:32 PM IST

લુણાવાડામાં 74મા સ્વાતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા જાળવણી જાગૃતી અંગે કાર્યક્રમ ચાલી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં ગંદકી મુકત ભારત અભિયાનની ઉજવણી 15 ઓગસ્ટ સુધી પ્રત્યેક ગામમાં કરવામાં આવી રહી છે.

ગંદકી મુકત ભારત અભિયાન અંતર્ગત DDOએ ઝુમ એપ દ્વારા વેબિનાર યોજી ગ્રામ પંચાયતોને માર્ગદર્શન આપ્યું
ગંદકી મુકત ભારત અભિયાન અંતર્ગત DDOએ ઝુમ એપ દ્વારા વેબિનાર યોજી ગ્રામ પંચાયતોને માર્ગદર્શન આપ્યું

  • ગંદકી મુકત ભારત અભિયાન અંતર્ગત DDOએ વેબિનાર યોજ્યો
  • સમગ્ર દેશમાં સ્વચ્છતાની જાળવણી અને જાગૃતતા અંગે કાર્યક્રમ યોજાયા
  • તમામ ગામોમાં જનભાગીદારીથી મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

મહીસાગર: લુણાવાડામાં સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતાની જાળવણી અને જાગૃતતા અંગે કાર્યક્રમો ચાલી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં ગંદકી મુકત ભારત અભિયાનની ઉજવણી 15 ઓગસ્ટ સુધી પ્રત્યેક ગામમાં કરવામાં આવી રહી છે.

આ અભિયાનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા પર સકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપવા રાજ્યના તમામ ગામોમાં જનભાગીદારીથી મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવના આયોજનથી મહીસાગર જિલ્લાને પણ ગંદકીમુક્ત બનાવવા અને સ્વચ્છતા બાબતની જાગૃતિ લાવવા અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા આ અભિયાનને વેગવાન બનાવવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે થયેલી કામગીરીની માહિતી મેળવવા અને જરૂરી માર્ગદર્શન આપવા વેબીનાર યોજવામાં આવ્યો હતો.

આ વેબીનારમાં ગ્રામ પંચાયતોના સરપંચો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ગ્રામ પંચાયત વિસ્તારમાં ગંદકી મુક્ત ભારત અભિયાનની ઉજવણીની કામગીરીની વિગતો આપી ગામમાં જનભાગીદારીથી શ્રમદાનની પ્રવૃતિઓ અને સ્વચ્છતા અંગેના કાર્યક્રમોની વિગતો આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ જનભાગીદારીથી ગામમાં શ્રમદાનની પ્રવૃત્તિઓ કરી ગંદકી મુકત ભારત અભિયાનમાં જોડાઈ મહોલ્લા-ફળિયા-ગામને સ્વચ્છ કરી ગંદકી મુકત ભારત અભિયાનની ભાવનાને સાકાર કરવા આહવાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details