ગુજરાત

gujarat

તાપી: સોનગઢના દુમદા ગામના 32 વર્ષીય યુવકની હત્યા કરીને મૃતદેહ નહેરમાં ફેંકી દીધો

By

Published : May 23, 2021, 9:49 PM IST

સોનગઢ તાલુકાના દુમદા ગામનાં ઝાડ ફળીયામાં રહેતા ૩૨ વર્ષીય રાજેશભાઈ જયંતિભાઈ ગામીતની ગત 9થી 14 એપ્રિલના સમયગાળા દરમિયાન હત્યા કરીને પુરાવાઓનો નાશ કરવા માટે મૃતદેહને નહેરમાં નાંખી દીધો હતો.

તાપી: સોનગઢના દુમદા ગામના 32 વર્ષીય યુવકની હત્યા કરીને મૃતદેહ નહેરમાં ફેંકી દીધો
તાપી: સોનગઢના દુમદા ગામના 32 વર્ષીય યુવકની હત્યા કરીને મૃતદેહ નહેરમાં ફેંકી દીધો

  • સોનગઢ તાલુકાના દુમદા ગામમાં બની હતી ઘટના
  • હત્યાના પુરાવા છુપાવવા મૃતક યુવકને ફેંક્યો નહેરમાં
  • માથામાં તથા ગળાના ભાગે બે જીવલેણ ઘા મારીને કરી હત્યા

તાપી: વ્યારા તાલુકાના ખાનપુર ગામની સીમમાંથી પસાર થતી ઝાંખરી નદી ઉપર આવેલી અંડર ગ્રાઉન્ડ નહેરના બ્રીજ પાસે પાણીમાંથી સોનગઢ તાલુકાનાં દુમદા ગામનાં 32 વર્ષીય યુવક રાજેશભાઈ જયંતિભાઈ ગામીતની હત્યા કરીને નાંખી દેવામાં આવેલો મૃતદેહ મળી આવ્યો હતો.

'થોડી વારમાં આવું છું' એમ કહીને નીકળ્યા હતા

મૃતક રાજેશભાઇ જયંતીભાઇ ગામીત ગત તારીખ 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગે ખેતરમાં મોટર ચાલુ કરીને "થોડી વારમાં આવું છું” તેમ કહીને પોતાનું એક્ટીવા લઇને નિકળ્યા હતા. તે દરમ્યાન કોઇ અજાણ્યા વ્યક્તિએ તેમને હથિયાર વડે માથાના પાછળના ભાગે બે ઘા તથા ગળાના ભાગે બે જીવલેણ ઘા મારીને હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ પુરાવાઓનો નાશ કરવા માટે મૃતદેહને ઉકાઇ નહેરના પાણીમાં ફેંકી દીધી હતી. તેમનાં ભાઈ સોમિયેલ જયંતિભાઈ ગામીતે પોલીસ ફરિયાદ આપતા વ્યારા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details