ગુજરાત

gujarat

સોનગઢ ખાતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં સામાજિક ક્રાંતિ અભિયાન

By

Published : Aug 9, 2021, 6:27 PM IST

સોનગઢ ખાતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં સામાજિક ક્રાંતિ અભિયાન

આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે કૉંગ્રેસ દ્વારા ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીયપ્રધાન ડૉ. તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.

  • 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ
  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
  • આદિવાસીઓને અન્યાય થતો હોવાનું જણાવતા ચાવડા

તાપીઃ યુનો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરાયો છે ત્યારથી સરકાર અને રાજકીય પક્ષો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સોનગઢમાં કૉંગ્રેસ ( Congress ) દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી યુવકો અને યુવતીઓ જોડાયાં હતાં.

આદિવાસીઓને ધરાર અન્યાય

આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ( Amit Chavda ) ભાજપ સરકારના રાજમાં આદિવાસીઓને ધરાર અન્યાય થતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે રેસીડેન્સિયલ ડોક્ટરોની હડતાળ મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે પ્રજાની સાચી સેવા કરનાર આ તબીબોને ન્યાય આપવો જોઈએ.

ભાજપ સરકારના રાજમાં આદિવાસીઓને ધરાર અન્યાય થતો હોવાનું જણાવ્યું

માગેલી માહિતી ન મળી હોવાથી અધિકારીને મળવા ગયાં

સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાદ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ( Amit Chavda ) અને ધારાસભ્ય પુનાજી ગામિત અને સુનીલ ગામીત પ્રાયોજના કચેરીએ પહોંચ્યા હતાં અને ભ્રષ્ટાચાર મુદ્દે દોઢ મહિના પહેલા માગેલી માહિતી ન મળી હોવાથી અધિકારીને મળવા ગયાં હતાં. જોકે આ મામલે પોલિસે તેમને પ્રાયોજના કચેરીના ગેટ પાસે પોલીસે અટકાવતા મામલો થોડા સમય માટે ગરમાયો હતો. જોકે પ્રાયોજના વહીવટદાર કચેરીમાં હજાર ન હોવાથી તેઓ મીડિયાને સંબોધી પરત ફર્યા હતાં.

આ પણ વાંચોઃ અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે: અમિત ચાવડા

આ પણ વાંચોઃ ભાજપે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેનને ષડયંત્ર રચીને પદ પરથી હટાવ્યા : અમિત ચાવડા

ABOUT THE AUTHOR

...view details