ETV Bharat / state

કેવો છે અમદાવાદના યુવા મતદારોનો મિજાજ ? જાણો ETV Bharat સાથે - Loksabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 10:35 PM IST

કેવો છે અમદાવાદના યુવા મતદારોનો મિજાજ ?
કેવો છે અમદાવાદના યુવા મતદારોનો મિજાજ ?

ETV Bharatએ લોકસભા ચૂંટણીને લઈને યુવા મતદારોનો મિજાજ જાણ્યો છે. યુવાઓનો અભિપ્રાય જાણવા ETV Bharatની ટીમ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચી હતી. જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ સમસ્યા સંદર્ભે તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. વાંચો યુવા મતદારોનો મિજાજ આ ખાસ અહેવાલમાં. Loksabha Election 2024 Young Voters Gujarat University Various Problems

કેવો છે અમદાવાદના યુવા મતદારોનો મિજાજ ?

અમદાવાદઃ 7મી મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. લોકશાહીના આ સૌથી મોટા પર્વને લઈને મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 11.32 લાખથી વધુ યુવા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે યુવાઓ કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે, તેમની સમસ્યાઓ શું છે. તે જાણવા માટે ETV ભારતની ટીમ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચી હતી.

ભણવા છતાં નોકરી નથી મળતીઃ વિદેશમાં જઈ રહેલા યુવાધનને લઈને વિદ્યાર્થિની રિતિકા રાવતે જણાવ્યું હતું કે, વિદેશોમાં રોજગારી અને શિક્ષણને લઈને જેવી ફેસિલિટી છે. તેવી જ સુવિધાઓ આપણા દેશમાં પણ મળવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને દેશ છોડીને બહાર જવું ન પડે. અમે આટલું ભણીયે છીએ છતાં પણ નોકરી નથી મળી રહી તો પછી આટલું ભણવાનો મતલબ શું ? વિદેશોમાં જે ફેસિલિટી વિદ્યાર્થીઓને મળે છે તેટલી અહીં મળતી નથી. જેના કારણે યુવાનો નોકરી અથવા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું પસંદ કરી રહ્યા છે.

એજ્યુકેશન જોબ રીલેટેડ હોવું જોઈએઃ અન્ય એક વિદ્યાર્થી તરુણ જણાવ્યું હતું કે, હું શિક્ષણના મુદ્દા પર કામ કરે એ ઉમેદવારને મત આપીશ. શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શાળાઓની ફી ઓછી કરવી જોઈએ. જોબને રિલેટેડ શિક્ષણ આપવું જોઈએ. ટેકનોલોજીના રીલેટેડ સારા અભ્યાસક્રમો હોવા જોઈએ. જેથી કરીને યુવાનોને સરળતાથી નોકરી મળી શકે. જેમકે કમ્પ્યૂટર જેવા વિષયો માત્ર ટેકસ બુકમાં હોય છે. પરંતુ શાળાઓમાં તેના પર એટલો ભાર મૂકવામાં આવતો નથી કે તેને વધુ મહત્વ પણ આપવામાં આવતું નથી. અઠવાડિયે એક વાર તે શીખવાડવામાં આવે છે. અને વધારે જોબના સ્કોપ કમ્પ્યૂટરને રીલેટેડ હોય છે. જો તે જ સારી રીતે શીખવવામાં નહિ આવે તો આગળ કેવી રીતે જોબ મળશે ?

મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવોઃ અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું દેશમાં મહિલાઓ સુરક્ષિત છે પરંતુ હજૂ આ સુરક્ષાને વધુ મજબૂત બનાવવી જોઈએ. યુવાનોએ ચોક્કસ મતદાન કરવું જોઈએ. એવા ઉમેદવારને પસંદ કરવા જોઈએ કે જે દેશ માટે વિચારે. દરેક નેતાઓ સારું કામ કરી રહ્યા છે, પરંતુ હું એવા ઉમેદવારને મત આપીશ, જે શિક્ષણ, બેરોજગારી જેવા મુદ્દા માટે કામ કરે. નાના શ્રમિકોની માંડીને ગરીબ લોકોને સાથે લઈને ચાલે. ત્યારે જ આપણો દેશ વિકાસની દિશામાં આગળ વધશે.

  1. હાલાર પંથક કે જામનગરમાં એક પણ ચૂંટણી દરમિયાન આવો માહોલ જોયો નથી: પરિમલ નથવાણી - Loksabha Election 2024
  2. જૂનાગઢમાં કોંગ્રેસનું સંવિધાન બચાવો મહાસંમેલન, મુકુલ વાસનિકે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન - Lok Sabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.