ગુજરાત

gujarat

PM મોદી તાપીને આપશે 2200 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ, તંત્રની તડામાર તૈયારી

By

Published : Oct 19, 2022, 8:21 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) તાપી જિલ્લાને દિવાળી પહેલા 2,192 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપશે. અહીં વડાપ્રધાન ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 220.57 કરોડ રૂપિયાના 6 કામોનું પણ ખાતમુહૂર્ત અને 5 કામોનું લોકાર્પણ (PM Narendra modi inaugurate) કરશે. આ પ્રસંગે સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે વડાપ્રધાન સહિત મુખ્યપ્રધાન અને રાજ્ય પ્રધાનો ઉપસ્થિત રહેશે.

PM મોદી તાપીને આપશે 2200 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ, તંત્રની તડામાર તૈયારી
PM મોદી તાપીને આપશે 2200 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ, તંત્રની તડામાર તૈયારી

તાપીવડાપ્રધાન ફરી એક વાર આજથી ગુજરાત પ્રવાસે (PM Narendra modi Gujarat Visit) આવી રહ્યા છે. ત્યારે તેઓ આ વખતે તાપી જિલ્લાને દિવાળીની ભેટ આપવા જઈ રહ્યા છે. કારણ કે, અહીં તેઓ 20 ઓક્ટોબરે 2,192 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ જિલ્લાવાસીઓને (PM Narendra modi inaugurate) આપશે. તો વડાપ્રધાનના આગમન પહેલા વરિષ્ઠ સચિવો સહિતના ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાનના કાર્યક્રમમાં વ્યસ્ત ટીમને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યપ્રધાન સહિત સાંસદો રહેશે ઉપસ્થિત સોનગઢ તાલુકાના ગુણસદા (PM Narendra modi) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રાજ્યપ્રધાન કનુ દેસાઈ, જગદીશ પંચાલ, નવસારીના સાંસદ સી. આર. પાટીલ, વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અને ભરુચના સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે.

મુખ્યપ્રધાન સહિત સાંસદો રહેશે ઉપસ્થિત

અધિકારીઓએ આપ્યું માર્ગદર્શન કાર્યક્રમને (PM Narendra modi Gujarat Visit) લઈને રાજ્ય સરકારના વરિષ્ઠ સનદી અધિકારીઓ એવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના (Gujarat Urja Vikas Nigam Limited) એમ. ડી. જયપ્રકાશ શિવહરે, આર. એસ. નિનામા, પૂર્વ કલેકટર અને આત્માના નિયામક એચ. કે. વઢવાણિયા, તાપીના કલેક્ટર ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડીયા, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ વિગેરે તાપી જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.

વિવિધ કાર્યોનો શુભારંભ ઉલ્લેખનીય છે કે, ગુણસદાના આ કાર્યક્રમ (PM Narendra modi Gujarat Visit) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા સાપુતારાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોડતા અને ડાંગ, તાપી તથા નર્મદા જિલ્લામાંથી પસાર થતા કોરીડોરની 1,669.80 કરોડ રૂપિયાની કામગીરીનો શુભારંભ કરાવશે. સાથે આ કોરીડોર પૈકીના ફેઝ-1 હેઠળના કુલ 92.50 કિલોમીટર લંબાઈના 219.17 કરોડ રૂપિયાના 6 માર્ગોને 10 મીટર પહોળા કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરાશે.

અધિકારીઓએ ટીમને આપ્યું માર્ગદર્શન

આ કામોનું પણ લોકાર્પણ આ ઉપરાંત ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 302.46 કરોડ રૂપિયાની લાગતના નર્મદા જિલ્લાનું એક અને તાપી જિલ્લાના 3 કામોનું ખાતમુહૂર્ત પણ કરાશે. તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 220.57 કરોડ રૂપિયાના 6 કામોનું ખાતમુહૂર્ત અને 5 કામોનુ લોકાર્પણ પણ કરવામાં આવશે.

અગ્રણીઓ રહેશે ઉપસ્થિત ગુણસદાના આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યૂષા વસાવે, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત સહિત ધારાસભ્યો ગણપતસિંહ વસાવા, મોહન ઢોડિયા, વિજય પટેલ, આનંદ ચૌધરી, પુનાજી ગામિત, સુનિલ ગામિત અને સોનગઢ નગરપાલિકા પ્રમુખ ટપુ ભરવાડ, અને વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલ રાણાની પણ ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details