વાછરડાને લઈ જતા ઈસમને ગૌરક્ષકોએ માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી, સામસામે ફરિયાદ નોંધાઇ તાપી: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામેથી પોતાની પીકઅપ વાનમાં વાછરડાઓ લઈને પસાર થઇ રહેલા આદિવાસી યુવકને ગૌતસ્કરીની આશંકાએ ગૌરક્ષકોએ જીવલેણ માર માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવકને પ્રથમ સોનગઢ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
"બાતમીને આધારે ગૌરક્ષકોએ બુલેરો ગાડીને આગળ આવી રોકી અને તેમાં 9 નંગ વાછરડા હતા. જેની પૂછપરછ કરી અનિલ ભાઈને ગાડીથી નીચે ઉતારી માર મારી અને જાતિવિષયક અપશબ્દો બોલી પગે ગંભીર ફ્રેકચર કરી દેવામાં આવ્યું હતું. જેમાં સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલમાં અનિલભાઈને ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના આરોપી નું કોવિડ ટેસ્ટ કરી અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ સમગ્ર બાબતે ગુનાની ગંભીરતા ધ્યાને લેતા ફરિયાદ અનિલભાઈ આરોપી વિરુદ્ધ પ્રાયોગિક જાનથી મારી નાખવાની ધમકી તથા એટોસીટી મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે"-- જે.એસ.નાયક ( DYSP, તાપી)
2 ઈસમો ભાગી ગયા:ગુનાની ગંભીરતા સમજી સોનગઢ પોલીસે માર મારનાર ચાર ગૌરક્ષકો તેમજ અન્ય અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં નેહા પટેલ , કેનીલ , આદિત્ય , રાજૂ દાઢી તેમજ અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ માર મારવા તેમજ એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોલેરો પિકઅપ ગાડીમાં ખીચોખીચ વાછરડાઓને ભરી લઈ જતા સવારમાં આશરે 5 વાગ્યાની આસપાસ ગાડીના પછાડી ફાલકા રાખેલ હોવાથી ગાડીમાં બેટરીનો પ્રકાશના જવાથી ગાડી ઉભી રાખતા 2 ઈસમો ભાગી ગયા હતા. જેને કારણે ગાડી હાંકનાર અનિલ ગામીતને માર મરાયો હતો.
પોલીસ ફરિયાદ કરવામાં આવી: વિરુદ્ધ ગૌરક્ષકો દ્વારા વાછરડાઓને કતલખાને લઇ જવાના દાવા સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં અનિલ ગામીત પણ ગૌરક્ષકો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ ખેતી તથા ડ્રાઇવિંગ કરી ઘર ગુજરાન ચલાવે છે. ઘટનામાં ગાડીમાંમાં વાછરડા નીકળતા ગૌરક્ષકો દ્વારા લોખંડના પાઇપ થી તેમને ગમે તેમ મારવા લાગેલ અને એક ઈસમે મોઢામાં દંડો નાખી જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
- Tapi News: મણિપુરમાં બનેલી અમાનુષી ઘટનાને લઈ તાપી જિલ્લો સજ્જડ બંધ
- Tapi News: જિલ્લામાં ભારે વરસાદને પગલે 23 જેટલા લો લેવલ પુલ બંધ,