ETV Bharat / state

Tapi News: મણિપુરમાં બનેલી અમાનુષી ઘટનાને લઈ તાપી જિલ્લો સજ્જડ બંધ

author img

By

Published : Jul 21, 2023, 2:57 PM IST

તાપી જિલ્લા આદિવાસી પંચ દ્વારા આજે વ્યારા, વાલોડ બંધનું એલાન અપાયું હતું. જેમાં મણિપુરમાં થયેલી હિંસા અને મહિલા પર થયેલ અમાનુષી ઘટનાને લઈ બંધનું એલાન અપાયું હતું. બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો અને સજ્જડ બંધ જોવા મળ્યું હતું.

manipur-viral-video-due-to-the-inhumane-incident-in-manipur-tapi-district-is-under-strict-lockdown
manipur-viral-video-due-to-the-inhumane-incident-in-manipur-tapi-district-is-under-strict-lockdown

તાપી જિલ્લો સજ્જડ બંધ

તાપી: મણિપુર રાજ્યમાં થયેલી હિંસા અને મહિલા પર થયેલા અત્યાચાર મુદ્દે તપાસ થાય એ માટે આજે તાપી જિલ્લા આદિવાસી પંચ દ્વારા વ્યારા, વાલોડ બંધનું એલાન અપાયું હતું. બંધને સંપૂર્ણ પ્રતિસાદ મળતા વ્યારા શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. બીજી તરફ વાલોડ અને બુહારી પણ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. આદિવાસી પંચ દ્વારા બોપરે 2 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવતા શહેરના વેપારી અને દુકાનદારો બંધમાં જોડાયા હતા.

રસ્તાઓ સુમસામ જોવા મળ્યા
રસ્તાઓ સુમસામ જોવા મળ્યા

તાપી બંધના એલાનને પ્રતિસાદ: સમગ્ર તાપી જિલ્લામાં બપોરે 2 વાગ્યા સુધીનું બંધ રાખતા તાપી જિલ્લાના દરેક તાલુકાઓ બંધ રહ્યા હતા. તાપી જિલ્લો આદિવાસી બહુલક વિસ્તાર છે જ્યારે મણિપુરમાં આદિવાસીઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા માટે તાપી જિલ્લાના આદિવાસીઓ તેમની પડખે આવ્યા છે. શહેરના વેપારી અને દુકાનદારો બંધમાં જોડાયા હતા.

'સમગ્ર તાપી જિલ્લાને બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં વ્યારા નગરની જનતા અને તાપી જિલ્લાના દરેક તાલુકાઓના લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યું હતું. આ બંધ મારફતે અમે આજે મણિપુરના આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે. મણિપુરમાં સરકાર તાત્કાલિક પગલાં લઈને શાંતિ સ્થાપિત કરે.' -જયેશ વસાવા, આદિવાસી આગેવાન

માનવતા શર્મસાર કરતી ઘટના: મણિપુરમાં બનેલી ઘટના સમગ્ર વિશ્વમાં દેશનું નામ ખરાબ કરે એવી ઘટના છે. મણિપુરમાં 150 થી વધારે આદિવાસીઓના જીવ ગયા છે અને કેટલાક આદિવાસીઓ પોતાના ઘર છોડી જંગલ તરફ પોતાનો જીવ બચાવવા ભાગી ગયા છે. જેને લઈ સમગ્ર ભારત દેશમાં લોકો પોતાનું દુઃખ જાહેર કરી રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં વેપારીઓના સહકારથી અને મણિપુરમાં બનેલી ઘટનાના દોશીઓને કડકમાં કડક સજા જલ્દી મળે તે તેવી આશા સાથે લોકોએ બંધનું સમર્થન કર્યું હતું.

  1. Manipur Viral Video: CPI સાંસદે PMને પત્ર લખ્યો, કહ્યું- સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવવાનો સમય
  2. Manipur violence: મણીપુરના વીડિયો મુદ્દે આ અભિનેત્રીઓએ મોરચો માડ્યો, કહ્યું માફી ન આપી શકાય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.