ગુજરાત

gujarat

Inflation In Gujarat: મોંઘવારી મામલે સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા વિરોધ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

By

Published : Mar 31, 2022, 10:39 PM IST

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચીજવસ્તુઓના વધતાં ભાવો (Inflation In Gujarat)ને લઇને વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગરમાં વધતી મોંઘવારીને લઇને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. સાથે જ જો મોંઘવારી નિયંત્રણમાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ચીમકી પણ આપવામાં આવી હતી.

મોંઘવારી મામલે સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા વિરોધ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી
મોંઘવારી મામલે સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા વિરોધ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

સુરેન્દ્રનગર: સમગ્ર દેશમાં તાજેતરમાં મોંઘવારી(Inflation In Gujarat)એ માઝા મૂકી છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત પેટ્રોલ (Petrol price hike In Gujarat), ડીઝલ (Diesel price hike In Gujarat) અને ગેસના ભાવો આસમાને પહોચ્યા છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ (District Congress Committee Surendranagar)એ શહેરની મધ્યમાં આવેલી પતરવાળી ચોક ખાતે ગેસ સિલિન્ડર (Gas cylinder price hike in gujarat) તેમજ ખાદ્ય તેલના ડબ્બા સાથે વિરોધ (Protest In Surendranagar) કર્યો હતો. તેમજ ભાજપની કેન્દ્ર અને રાજય સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રોષ દાખવ્યો હતો. સાથે જ મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન (Protest In Gujarat)ની ચીમકી ઉચ્ચારી હતી.

મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી.

આ પણ વાંચો:Gujarat Assembly 2022: કોંગ્રેસના ધારાસભ્યો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાને પગલે સાયકલ લઈને પહોંચ્યા વિધાનસભા

ગરીબ અને મધ્યવર્ગને પડી રહી છે હાલાકી- ગુજરાત અને કેન્દ્રમાં ભાજપનાં શાસન દરમિયાન છેલ્લાં ઘણાં વર્ષોથી મોંઘવારી વધી રહી છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેમ કે, શાકભાજી (Vegetable prices rise In Gujarat), પેટ્રોલ, ડીઝલ સહિત રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ સતત વધી રહ્યા છે. ભાવ વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહ ચલાવવામાં હાલાકી પડી રહી છે. તાજેતરમાં ગેસ સિલિન્ડરનો ભાવ વધીને રૂપિયા 1,000 સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો:Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને સુરતીઓ શું કહે છે જૂઓ...

ખાદ્યતેલના ભાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે- તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ પ્રતિ લીટર રૂપિયા 100 થઈ ચૂક્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં દૈનિક પ્રતિ લીટર 80થી 90 પૈસાનો વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતિમા પ્રજાજનોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. તેમજ રોજિંદા જીવનમાં વપરાતા ખાદ્ય તેલના ભાવો પણ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. વધતી મોંઘવારીને લઇને કોંગ્રેસે કરેલા વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મહિલા આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details