ગુજરાત

gujarat

ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો, થાનગઢ તાલુકા પંચાયતની 15 બેઠકમાં ભાજપ બિનહરીફ

By

Published : Feb 14, 2021, 8:40 PM IST

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા પંચાયતની 15 બેઠકમાં ભાજપ બિનહરીફ થયું છે. જેથી જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા, મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રતાપ ખાચર સહિતના નેતાઓની મહેનત રંગ લાવી છે.

થાનગઢ તાલુકા પંચાયતની 15 બેઠકમાં ભાજપ બિનહરીફ
થાનગઢ તાલુકા પંચાયતની 15 બેઠકમાં ભાજપ બિનહરીફ

  • કોંગ્રેસને ચૂંટણી પહેલાં જ ફટકો પડ્યો
  • થાનગઢ તાલુકા પંચાયતની 15 બેઠકમાં ભાજપ બિનહરીફ
  • છેલ્લી ઘડી સુધી કોંગ્રેસના ઉમેદવારો મેન્ડેટ ન રજૂ કરી શકતાં ફોર્મ રદ થયાં
    થાનગઢ તાલુકા પંચાયતની 15 બેઠકમાં ભાજપ બિનહરીફ

સુરેન્દ્રનગરઃ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે થાનગઢ તાલુકા પંચાયતમાં 15 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો સામે ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં થાન કોંગ્રેસમાં ચૂંટણી પહેલાં જ મોટો ઝટકો આવ્યો છે. તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવારોને છેલ્લી ઘડી સુધી મેન્ડેટ ન મળવાના કારણે ફોર્મ રદ થયાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે, જ્યારે ભાજપને આ સફળતા મળવા પાછળ જિલ્લા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ થાન ભાજપના પૂર્વ શહેર પ્રમુખ પ્રતાપ ખાચરની મહેનત રંગ લાવી છે.

થાનગઢ તાલુકા પંચાયતની 15 બેઠકમાં ભાજપ બિનહરીફ

15 બેઠકો બિનહરીફ જાહેર

થાનગઢ તાલુકા પંચાયતની 15 બેઠક ઉપર ચૂંટણી યોજાય તે પહેલાં જ કોંગ્રેસના કોઈ હરીફ ઉમેદવાર ઉમેદવારી ન કરી શકતા 15 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે, જ્યારે જિલ્લા પંચાયતની કોંઢ બેઠક, લીંબડી તાલુકા પંચાયતની અંકેવાડીયા બેઠક, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની માલવણ, વાવડી અને ધ્રાંગધ્રા પાલિકાની વોર્ડ નંબર 8ની પેનલ, તેમજ વોર્ડ નંબર 6 બક્ષીપંચ બેઠક, બિનહરીફ થઇ છે અને થાનગઢ તાલુકા પંચાયતની 5 બેઠક બિનહરીફ થઇ છે.

આ પણ વાંચોઃચૂંટણીઓ પહેલાં જ અનેક બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રસાકસી જામશે તેમ માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી હજુ નવી છે, જ્યારે કોંગ્રેસને તો હજુ ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કેટલીય બેઠક ઉપર બિનહરીફ જાહેર થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details