ગુજરાત

gujarat

BJP Executive Meeting : નબળા બૂથોને મજબૂત કરવા પટેલ અને પાટીલની સૂચના, લોકસભા ચૂંટણીની બનાવી વ્યૂહરચના

By

Published : Jan 24, 2023, 8:48 PM IST

સુરેન્દ્રનગર ખાતે ભાજપની 2 દિવસીય કારોબારી બેઠક આજે પૂર્ણ થઈ (BJP Executive Meeting in Surendranagar) હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ લોકસભાની ચૂંટણીને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ આ અંગે માહિતી (BJP MP Vinod Chavda) આપી હતી.

BJP Executive Meeting નબળા બૂથોને મજબૂત કરવા પટેલ અને પાટીલની સૂચના, લોકસભા ચૂંટણીની બનાવી વ્યૂહરચના
BJP Executive Meeting નબળા બૂથોને મજબૂત કરવા પટેલ અને પાટીલની સૂચના, લોકસભા ચૂંટણીની બનાવી વ્યૂહરચના

ગાંધીનગરઃરાજ્યમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવ્યા પછી ભાજપની મહત્વાકાંક્ષા વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભાજપે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને 16 અને 17 જાન્યુઆરીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજી હતી. ત્યારે હવે ગુજરાતમાં સુરેન્દ્રનગર ખાતે ભાજપે 2 દિવસીય કારોબારી બેઠકનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચોGujarat BJP Meeting: લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની ડિપોઝીટ ડુલ થાય તેવા આયોજનો કરાશે- વિનોદ ચાવડા

પાટીલ અને પટેલે આપ્યા સૂચનોઃભાજપે સુરેન્દ્રનગર ખાતે 2 દિવસીય પ્રદેશ કારોબારીની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને નેતાઓએ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ માટેની સૂચનો આપ્યા હતા.

નબળા બૂથને મજબૂત કરવામાં આવશેઃગુજરાત ભાજપ પ્રદેશની 2 દિવસીય કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આ બેઠકમાં કાર્યકર્તાઓ પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તો હવે આગામી દિવસોમાં સંગઠનોના અલગ અલગ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષને જે પણ બૂથ મથકમાં ઓછા મત મળ્યા છે તેવા નબળા બૂથ પર ખાસ ધ્યાન આપીને તે નબળા બૂથોને વધુને વધુ મજબૂત કરવાની સૂચના પણ પ્રદેશ અધ્યક્ષે આપી છે.

મન કી બાત 100 એપિસોડ પૂર્ણ થશેઃવર્ષ 2014 લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરીકે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રથમ મન કી બાતનો કાર્યક્રમ ઑલ ઇન્ડિયા રેડિયો મારફતે શરૂ કર્યો હતો. ત્યારે એપ્રિલ મહિનામાં 100 કાર્યક્રમ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતુ કે, એપ્રિલના છેલ્લા રવિવારે 100 કાર્યક્રમ મન કી બાતના પૂરા થશે તેને અંતર્ગત પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ તમામ લોકો અને તમામ બૂથમાં ભાજપના કાર્યકર્તાઓ મન કી બાતનો કાર્યક્રમ સાંભળી શકે તે માટેનું પણ વિશેષ આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે.

સશક્તિકરણ બાબતે ચર્ચાઃસાંસદ વિનોદ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે બૂથ સશક્તિકરણના કાર્યક્રમને પણ વધુ વેગ આપવામાં આવશે અને જે બૂથ એ ભાજપ પક્ષ માટે નબળા છે તેવા બૂથ ઉપર વધુ ફોકસ કરીને વધુમાં વધુ મતદાન ભાજપ તરફી થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

બૂથ સશક્તિકરણની યોજનાઃ તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયની અંદર બૂથ સશક્તિકરણની યોજના અંતર્ગત શક્તિ કેન્દ્ર ઉપર અમે વધુ ભાર મૂકીશું અને શક્તિ કેન્દ્ર મજબૂત થાય તથા શક્તિ કેન્દ્રના મજબૂતથી અમારા પેજ કમિટી પણ મજબૂત થાય આ પ્રકારે અલગ અલગ પ્રકારના સંગઠાત્મક કાર્યક્રમ માટે પણ ગુજરાત ભાજપ પ્રદેશના પ્રભારી રત્નાકર છીએ પણ સૂચનો આપ્યા છે. જ્યારે સંગઠનના પદાધિકારીઓ નેતાઓ દ્વારા આગામી દિવસોમાં કાર્યકર્તાઓને રૂબરૂ મળીને તેમના ઘરે જઈને ચા-પાણી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

બોર્ડર વિલેજ પર ખાસ કાર્યક્રમનું આયોજનઃસાંસદે વધુમાં જણાવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને સંગઠન દ્વારા વધુ એક મહત્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આંતરિયાળ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપ પક્ષો દ્વારા સંગઠનના કાર્યક્રમો કરવામાં આવશે, પરંતુ હજી સુધી કયા કાર્યક્રમમાં કરવા તે બાબતે કોઈ પણ પ્રકારની આયોજન કરાયું નથી. જ્યારે આયોજન થશે ત્યારે તે બાબતે સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવશે. આમ, હવે ભાજપ પક્ષ આંતરરાષ્ટ્રીય બોર્ડર ખાતે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોતાના સંગઠનનો વિસ્તાર વધારશે.

ABOUT THE AUTHOR

...view details