ગુજરાત

gujarat

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરતની મુલાકાતે

By

Published : Dec 13, 2019, 2:02 PM IST

સુરત: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ શુક્રવારે સુરતના પ્રવાસે આવ્યા હતા. તેમણે સુરત સીટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત “ક્રાફટરૂટ્સ એકઝીબિશન”નું ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ તેમણે હસ્તકલાકારોને દીકરા-દીકરીઓને ઘરમાં સારા સંસ્કાર અને બાળ વિવાહ ન કરવાની સલાહ આપી હતી.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતની મુલાકાતે
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતની મુલાકાતે

સુરતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે "ક્રાફટરૂટ્સ એકઝીબિશન”નું ઉદ્ઘાટન હતું. ત્યારબાદ તેમણે સુરતની મહેમાનગતિના વખાણ કરતાં જણાવ્યુ હતું કે, "સુરતમાંથી કંઈ ને કંઈ શીખવાની જરૂર છે. સુરતના લોકોની મહેમાનગતિ ખૂબ સરસ છે. સુરતમાં એકબીજાને મદદ કરવાની અનોખી ભાવના છે."

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતની મુલાકાતે

આ ઉપરાંત તેમણે સુરતના હસ્તકળા કરનારા આર્ટિસ્ટને ઘરે ઘરે જઈ એમને મળવાની અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી હતી. તેમજ અલગ અલગ ડિઝાઇન અને વેલ્યુ એડિશન કરવાની સલાહ આપ્યા બાદ તેમણે દિકરા-દિકરીઓને સારું શિક્ષણ આપવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details