ગુજરાત

gujarat

બેરોજગારીથી કંટાળી શ્રમિકે લગાવી તાપી નદીમાં છલાંગ

By

Published : Jun 18, 2019, 11:45 AM IST

સુરત: શહેરમાં એક શ્રમિકને રોજગાર ન મળવાથી પુલ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી. ત્યા હાજર સ્થાનિક માછીમારોએ તેને બચાવી લીધો હતો.

srt

પુલ પરથી કુદકો મારનાર યુવક નીચે કાદવમાં ફસાઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના રાહદારીએ મોબાઈલમાં કેદ કરી ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનાં જવાનો અને પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા હતા. યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલે મોકલવામાં આવ્યો હતો.

બેરોજગારીથી કંટાળી શ્રમિકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ચોક બજાર પાસે ફુટપાથ પર રહેતો 30 વર્ષીય સુરેશ ઝાલાને છેલ્લા કેટલાક દિવસથી કોઈ કામધંધો મળતો ન હોવાથી રવિવારે સવારે તેણે હોપ પુલના વોકવે પરથી તાપી નદીમાં પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરેશે બેકારીથી કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનુ પોલીસને જણાવ્યું હતું.


R_GJ_05_SUR_17JUN_TAPI_BHUSKO_VIDEO_SCRIPT


FEED BY MAIL


સુરત: રોજગાર ન મળવાથી કંટાળી જઈ શ્રમિકે હોપ પુલના વોકવે પરથી તાપીમાં મોતની છલાંગ લગાવી પરંતુ સ્થાનિક માછીમારોએ તેને બચાવી લીધો હતો. જોકે વોકવે પરથી કુદકો મારનાર યુવક નીચે કાદવમાં ફસાઈ ગયો હતો જેને સ્થાનિકોએ બહાર કાઢી બે તમાચા પણ માર્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવક ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ રવાના કર્યો હતો.


ચોક બજાર પાસે ફુટપાથ પર રહેતો 30 વર્ષીય સુરેશ ઝાલાને છેલ્લા કેટલાક દિવસથી કોઈ કામધંધો મળતો ન હોવાથી રવિવારે સવારે તેણે હોપ પુલના વોકવે પરથી તાપી નદીમાં પડતુ મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પુલ પરથી સુરેશને કુદકો મારતા જોઈ સ્થાનિક માછીમારો ભેગા થઈ ગયા હતા. સ્થાનીક રહીશોએ કીચડમાં ફસાઈ ગયેલા સુરેશને બહાર કાઢી બે તમાચા પણ માર્યા હતા.

સમગ્ર ઘટના રાહદારીએ મોબાઈલમાં કેદ કરી ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને યુવક ને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ રવાના કરી દીધો હતો. નદીમાં પાણી ન હોવાના કારણે કીચડમાં ફસાઈ જતા અને સ્થાનિક માછીમારોની સૂઝબૂજ ના કારણે યુવકનો જીવ બચી ગયો હતો.

બનાવની જાણ થતા રાંદેર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં સુરેશે બેકારીથી કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનુ પોલીસને જણાવ્યુ હતુ.

ABOUT THE AUTHOR

...view details