ગુજરાત

gujarat

દેશ વિદેશમાં ફરવા જજો પણ આવું ન કરતા, પોલીસ કરી શકે છે કાર્યવાહી

By

Published : Jul 25, 2022, 5:59 PM IST

સુરતમાં વાહનચોરી અને વિવિધ ગુનાનો ભેદ સુરત પોલીસે(Vehicle theft cases in Surat )ઉકેલી કાઢ્યો છે. આરોપી હાઈપ્રોફાઈ જીવનશૈલી જીવવા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપતો હતો. શહેર પોલીસે બાતમીના આધારે આરોપી પાસેથી 19 બાઇક કબજે કરી 18 ગુનોઓનો(Theft incident in Surat) ભેદ ઉકેલી કાઢ્યો છે.

દેશ વિદેશમાં ફરવા જવાની ઈચ્છાએ ચોરીના રવાડે ચડ્યો, પોલીસે 18 ગુનોઓનો ભેદ ઉકેલી કાઢ્યો
દેશ વિદેશમાં ફરવા જવાની ઈચ્છાએ ચોરીના રવાડે ચડ્યો, પોલીસે 18 ગુનોઓનો ભેદ ઉકેલી કાઢ્યો

સુરત:દેશ વિદેશમાં ફરવા જવાની ઈચ્છાઓ અને મોજશોખ પુરા કરવા માટે અનેક લોકો શોર્ટકટ વાપરી ગુનાખોરીના (Vehicle theft cases in Surat )રવાડે ચઢતાં હોય છે. સુરત પોલીસે (Surat City Police )એક એવા વાહનચોરને પકડી (Theft incident in Surat) પાડ્યો છે, જેની પાસેથી 19 બાઇક કબજે કરી 18 ગુનોઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

આ પણ વાંચોઃચોરી કરવા ચડેલા ચોરને ભાગવું મુશ્કેલ બન્યું, ચોથા માળે લટકી ગયો જુઓ વીડિયો

દેશ-વિદેશમાં ફરવાની ઈચ્છા રાખતો -સાજીદ હાઈપ્રોફાઈ જીવનશૈલી જીવવા માટે સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા તેમજ જાહેર જગ્યાઓ પર ફરી તકનો લાભ લઈ વાહનો ચોરી કરતો હતો. ચોરેલા વાહનો અલગ અલગ અવાવરૂ જગ્યાઓ પર સંતાડી રાખી અનુકુળ સમયે વાહનોને ગુજરાત તેમજ ગુજરાત બહાર વેચાણ કરતો હતો. વાહન ચોરી કરી તેને વેચી મોટા પ્રમાણમાં રૂપિયા મેળવી દેશ-વિદેશમાં ફરવાની ઈચ્છા રાખતો હતો. પકડાયેલ આરોપી સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ સુરતના મોમનાવાડ ખાડી, ગોપીપુરાનો અને મૂળ નિઝામપુર મહારાષ્ટ્રનો રહેવાસી છે.

પોલીસે ગુનોઓનો ભેદ ઉકેલી કાઢ્યો

આ પણ વાંચોઃચોરને ચોરી કરવી પડી મોંઘી, હાથ-પગ બાંધીને રોડ પર ખાધો મેથી પાક...

આધાર પુરાવા વગરની સફેદ કલરની મોપેડ -મદદનીશ પોલીસ કમિશનર ઝેડ આર દેસાઇએ જણાવ્યું હતું કે વાહનચોરી, મોબાઇલ ચોરી, ઘરફોડ ચોરી, જુગાર પ્રોહીબિશન તથા શરીર સબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર દ્વારા સુચના અપાઈ હતી. રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી. એક આરોપી જે વાહન ચોરીના કેસમાં ફરી રહ્યો છે તે સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ પસાર ઠવણનો છે. તેની પાસે આધાર પુરાવા વગરની સફેદ કલરની મોપેડ છે, જેને તે વેચાણ કરવા માટે સુરત રાંદેર ઉગત બોટનિકલ ગાર્ડનની સામેથી નિકળશે. બાતમીના આધારે આરોપીને મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details