ગુજરાત

gujarat

લીંબડીમાં ભાજપની જીત થતા કોંગ્રેસ અને ભાજપ વચ્યે સર્જાયું ઘર્ષણ

By

Published : Mar 2, 2021, 7:28 PM IST

રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરાઇ છે. લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થતા મારામારી થઈ હતી.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર

  • લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત
  • ભાજપના ઉમેદવારની જીત થતા મારામારી થઈ હતી
  • ભાજપ અને કોંગ્રેસના જૂથો વચ્ચે મારામારી
    સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરાઇ છે. લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થતા મારામારી થઈ હતી.

ભાજપના ઉમેદવારને ઈજાઓ

વૉર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારની જીત થતાં ભાજપ અને કોંગ્રેસના જૂથો વચ્ચે મારામારી થતાં બે કારને નુકશાન થયું હતુ. ભાજપના ઉમેદવારને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. DYSP, PI, PSI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details