ગુજરાત

gujarat

Surat News: ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતની કોઝવેની સપાટીમાં 6.43 મીટરનો વધારો થયો

By

Published : Jul 12, 2023, 11:38 AM IST

સુરતની કોઝવેની સપાટીમાં 6.43 મીટરનો વધારો થયો છે.જોકે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે જેથી ત્યાંથી પાણી છોડતાં તાપી નદીમાં પણ નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે.

: ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતની કોઝવેની સપાટીમાં 6.43 મીટરનો વધારો થયો
: ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતની કોઝવેની સપાટીમાં 6.43 મીટરનો વધારો થયો

: ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતની કોઝવેની સપાટીમાં 6.43 મીટરનો વધારો થયો

સુરત: સહીત સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું ત્યારેસમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે ડેમની સપાટી જાળવી રાખવા માટે ત્યાંથી તાપી નદીમાં પાણી છોડતાં તાપી નદીમાં પણ નવા નીર આવ્યા છે.જેથી સિંગણપોર અને રાંદેર ને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે. જેથી સિંગણપોર અને રાંદેર લોકોને આવાન જાવાનમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડશે.હાલ કોઝવેની સપાટીમાં 6.43 મીટરનો વધારો થયો છે.તો તેની ભયજનક સપાટી 6 મીટર છે. તાપીમાં નવા નીર આવના કારણે દૂષિત પાણીની સમસ્યા હલ થશે.

ભારે વરસાદની આગાહી: કોઝવે તો પહેલા જ વરસાદમાં તંત્ર દ્વારા બંધ કરવામાંઆવ્યો હતો.હાલ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. તથા સુરતના કેટલા સ્થળો દુષિત પાણીની સમસ્યાઓ હતો તે પણ હવે નવા નીર આવાના કારણે તે સમસ્યાનો અંત આવશે. પેહલા જૂનું પાણી હોવાના કારણે ઘણી જગ્યાઓ ઉપર દૂષિત પાણી આવી રહ્યું હતું જેને કારણે લોકો સુરત મહાનગરપાલિકામાં કમ્પ્લેન કરી હતી. પરંતુ હવે જયારે નવા નીર આવ્યા છે. તો લોકોને સાફ પાણી પીવાનું મળી રહેશે.

ભેજનું પ્રમાણ: બે દિવસ દરમિયાન શહેરમાં 4 મીમી જેટલો વરસાદ પડી ચુક્યો છે.હવામાન વિભાગ પાસે થી મળતી માહતી મુજબ સુરતમાં છેલ્લા બે દિવસથી ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. ત્યારે શહેરનું તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડા સાથે ઠંડક અનુભવ થઇ રહ્યો છે. બે દિવસ દરમિયાનશહેરમાં 4 મીમી જેટલો વરસાદ પડી ચુક્યો છે.હાલ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડા સાથે 29.8 ડિગ્રી જ્યારે લઘુતમ 26 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધીને 70 ટકા રહ્યું હતું.

  1. Surat News : બ્રિજમાં તિરાડની ઘટનામાં ટેકનિકલ આસી. દિનેશ લાડ ફરજ મોકૂફ
  2. Rajkot News: રાજકોટને પીવાનું પૂરું પાડતા જળાશયો 70 ટકા ભરાયા, પીવાના પાણીની સમસ્યા હલ

ABOUT THE AUTHOR

...view details