ગુજરાત

gujarat

સુરતના પોખરાણા દંપતીના રાફેલ વેડિંગ કાર્ડને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

By

Published : Sep 2, 2019, 4:45 PM IST

સુરતઃ લોકસભા ચૂંટણી પહેલા રાફેલ ડીલ મુદ્દે વિપક્ષ મોદી સરકારને ઘેરવા માંગતી હતી. ત્યારે સુરતના યુવરાજ-સાક્ષીએ પોતાના લગ્નમાં રાફેલ થીમ પર એક કંકોત્રી બનાવી હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. આ વાયરલ કંકોત્રીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુવરાજ-સાક્ષીના વખાણ કરતા એક શુભેચ્છા પત્ર લખી શુભકામનાઓ પણ પાઠવી હતી. હાલ આ રાફેલ વેડિંગ કાર્ડને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

rafael wedding card

લોકસભા ચૂંટણી પહેલા રાફેલ વેડિંગ કાર્ડ બનાવી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનાર સુરતના યુવરાજ પોખરાણા IIT કોચિંગ ક્લાસ ચલાવે છે. યુવરાજના લગ્ન સાક્ષી અગ્રવાલ સાથે 22 જાન્યુઆરીના રોજ થયા હતા. આ દંપતીએ તેમના લગ્નમાં એક ખાસ કંકોત્રી બનાવી હતી, જેના વખાણ વડાપ્રધાન મોદીએ કર્યા હતા. યુવરાજ અને સાક્ષીએ લગ્ન સમારંભમાં 2019માં નરેન્દ્ર મોદીને મત આપીને વિજયી બનાવવા અપીલ પણ કરી હતી. કંકોત્રીમાં લખ્યુ હતું કે, જો મહેમાનો PM મોદીને વોટ કરશે તો, તે તેમના માટે લગ્નની ભેટ સમાન હશે. આ મામલે યુવરાજે તેના ટ્વિટર એકાઉન્ટ ઉપર ટ્વિટ કરીને પણ લોકોને અપીલ કરી હતી.

સુરતના પોખરાણા દંપતીના રાફેલ વેડિંગ કાર્ડને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

આ કંકોત્રીની ખાસિયત એ હતી કે, તેમા રાફેલ ડીલની સમગ્ર માહિતી પણ આપવામાં આવી હતી. જેથી વિપક્ષ દ્વારા જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હતો તેનાથી લોકો સજાગ થાય. આ રાફેલ વેડિંગ કાર્ડને વાયરલ વેડિંગ કાર્ડની કેટેગરીમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જેને લઈ પોખરાણા દંપતી ખૂબ જ પ્રસન્ન છે.

Intro:સુરતઃ લોકસભા ચૂંટણી પહેલા રાફેલ ડીલ મુદ્દે વિપક્ષ મોદી સરકારને ઘેરવા માંગતી હતી ત્યારે સુરત ખાતે રહેતા પીએમ મોદીના ચાહક યુવરાજે પોતાના લગ્નમાં રાફેલ થીમ પર એક કંકોત્રી બનાવી હતી જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. વાયરલ થયેલી સુરતી યુવકની કંકોત્રીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કરતા એક શુભેચ્છા પત્ર લખી શુભકામના પણ પાઠવી હતી. હાલ આ રાફેલ વેડિંગ કાર્ડને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

Body:લોકસભા ચૂંટણી પહેલા રાફેલ વેડિંગ કાર્ડ બનાવી વિશ્વભરમાં લાઈમલાઈટમાં આવનાર સુરતના યુવરાજ પોખરાણા આઈઆઈટી કોચિંગ ચલાવે છે. યુવરાજના લગ્ન સાક્ષી અગ્રવાલ સાથે 22 જાન્યુઆરીના રોજ થયા હતા. તેમની કંકોત્રી ખૂબ જ ખાસ હતી. એટલી ખાસ કે કંકોત્રીના વખાણ પોતે વડાપ્રધાન મોદીએ કર્યા હતા. યુવરાજ અને સાક્ષીએ લગ્ન સમારંભમાં 2019માં નરેન્દ્ર મોદીને વોટ આપીને વિજયી બનાવવા અપીલ કરી હતી. કંકોત્રીમાં લખ્યુ હતું કે જો મહેમાનો પીએમ મોદી ને વોટ કરશે તો એ તેમના માટે લગ્નની ભેટ સમાન હશે. આ મામલે યુવરાજે તેના ટ્વિટર એકાઉન્ટ ઉપર ટ્વિટ કરીને પણ લોકોને અપીલ કરી હતી.

Conclusion:કંકોત્રીની ખાસિયત એ હતી કે તેમા રાફેલ ડીલની સમગ્ર માહિતી પણ આપવામાં આવી હતી.જેથી વિપક્ષ દ્વારા જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હતો તેનાથી લોકો સજાગ થાય.આ રાફેલ વેડિંગ કાર્ડ ને વાયરલ વેડિંગ કાર્ડની કેટેગરીમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જેને લઈ પોખરના દંપતી ખૂબ જ પ્રસન્ન છે.

બાઈટ : યુવરાજ
બાઈટ :સાક્ષી

ABOUT THE AUTHOR

...view details