ગુજરાત

gujarat

સુરતીઓએ કર્યા ભગવાન સ્વામિનારાયણના 195 વર્ષ જૂના પાઘડીના દર્શન

By

Published : Oct 29, 2019, 4:00 PM IST

સુરતઃ નવા વર્ષે ભગવાનને અન્નકુટ ધરાવવાની પરંપરા હોય છે, ત્યારે સુરતમાં રહેતા પારસી કોટવાલ અરદેશરને સ્વામિનારાયણ ભગવાને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટમાં આપ્યા હતાં. જે વાતને 195 વર્ષ થયા છે. દર ભાઇબીજના દિવસે ભગવાનની પાઘડીને લોકોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે. જેને જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભગવાન સ્વામીનારાયણ પાઘડી ખરીદવા માટે દેશ-વિદેશથી હરિ-ભક્તો લાખો અને કરોડો રુપિયા ખર્ચવા તૈયાર છે.

સુરતીઓએ કર્યા ભગવાન સ્વામિનારાયણના 195 વર્ષ જૂના પાઘડીના દર્શન

આ પાઘડી ભગવાને પોતે અરદેશર કોટવાલને ભેટમાં આપી હતી જેને કારણે પારસી પરિવાર કોઇપણ કિંમતે વેંચવા માટે તૈયાર નથી. સુરત માટે ભાઇબીજનો દિવસ બે રીતે ખાસ હોય છે. એક તો ભાઇ-બહેનનો પવિત્ર બંધન અને બીજું સુરતમાં 195 વર્ષ જૂના સ્વામીનારાયણ પાઘડીના દર્શન જાહેર જનતાને કરવા મળે છે. ભગવાન સ્વામીનારાયણ પારસી કોટવાળ અરદેશરને આપેલી પાઘડી અને શ્રીફળનું ખાસ જતન કરે છે.

સુરતીઓએ કર્યા ભગવાન સ્વામિનારાયણના 195 વર્ષ જૂના પાઘડીના દર્શન

જ્યારે ભગવાને ખુદ આપેલી પાઘડી હોય તો તે બહુમુલ્ય થઇ જતી હોય છે. દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ આ પાઘડીને ખરીદવા માટે આતુર જોવા મળે છે. પરંતુ, પારસી પરિવાર ભગવાનના આશીર્વાદ માની કોઇને પાઘડી વહેંચવા માંગતા નથી. ભાઇબીજના દિવસે ભગલાનનું માથુ પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘડીના દર્શન સૌને કરાવે છે. અરદેશર કોટવાળને આપેલી પાઘડી અરદેશર કોટવાળના પુત્ર જહાંગીર શાહે સાચવી રાખી હતી. જહાંગીર શાહના સંતાનની નાની ઉંમરે અવસાન થતાં ભગવાનની પાઘડી અરદેશર કોટવાળાના પત્નીએ મોસાળમાં સોરાબજી વડીયાને ત્યાં પહોંચાડી હતી, ત્યારથી આજદીન સુધી અહીં જ આ પાઘડી સાચવવામાં આવી છે.

Intro:સુરત : સ્વામિનારાયણ ભગવાને સુરતમાં રહેતા પારસી કોટવાલ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ ભેટમાં આપ્યા હતા. જેને 195 વર્ષ થઈ ગયા છે.દર ભાઈબીજના દિવસે ભગવાનની પાઘડીને લોકોના દર્શન માટે મૂકવામાં આવે છેજેેેને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડે છે. ભગવાન સ્વામીનારાયણની પાઘડી ખરીદવા માટે દેશ વિદેશથી હરી ભક્તો લાખો અને કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર છે. આ પાઘડી ભગવાને પોતે અરદેશર કોટવાલ ને ભેટમાં આપી હતી જેને કારણે પારસી પરિવાર કોઈપણ કિંમતે વેચવા માટે તૈયાર નથી.

Body:આખા વર્ષમાં એકજ દિવસ ભાઈબીજના દિવસે લોકોના દર્શન માટે મુકવામાં આવે છે.સુરત માટે આ દિવસ બે રીતે ખાસ હોય છે એક તો ભાઈ બહેનનો પવિત્ર બંધન ભાઈબીજના કારણે અને બીજું સુરતમાં 195 વર્ષ જૂના સ્વામિનારાયણના પાઘડીના દર્શન જાહેર જનતાને કરવા મળે છે.ભગવાન સ્વામી નારાયણે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યા હતા.જે આજે પણ પારસી પરિવાર પાસે છે જેનુ વર્ષો થી પારસી પરિવાર ખાસ જતન કરે છે.

Conclusion:જ્યારે ભગવાને ખુદ આપેલી પાઘડી હોય તો તે બહુમૂલ્ય થઈ જતી હોય છે. દેશ વિદેશથી આવતા શ્રધ્ધાળુઓ આ પાઘને ખરીદવા માટે આતુર જોવા મળતા હોય છે પરંતુ પારસી પરિવાર ભગવાનના આશીર્વાદ માની કોઈ ને પાઘ વેચવા માગતા નથી. ભાઈબીજ ના દિવસે ભગવાનનુ માથુ પોતાની પાસે હોવાનુ માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે. અરદેશર કોટવાળને આપેલી પાઘડી અરદેશર કોટવાળના પુત્ર જહાંગીર શાહે સાચવી હતી. જહાંગીર શાહના સંતાનની નાની ઉંમરે અવસાન થતા ભાગવાનની પાઘડી અરદેશર કોટવાળના પત્નીએ મોસાળમાં સોરાબજી વડીયાને ત્યાં પહોંચાડી હતી. ત્યારથી આજદિન સુધી અહીં જ આ પાઘડી સચવાય છે.

બાઈટ : કેરરાસ કોટવાળ
બાઈટ : આયુશી

ABOUT THE AUTHOR

...view details