ગુજરાત

gujarat

Surat News : પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને પકડીને શૂન્ય માર્ક સાથે 250થી 1000નો ફટકાર્યો દંડ

By

Published : Apr 5, 2023, 1:42 PM IST

સુરત VNSGUમાં વિવિધ કોર્ષની પરીક્ષામાં 89 વિદ્યાર્થીઓને ચોરી કરતા પકડાયા હતા. તે તમામ કમિટીએ ચોરીમાં પકડાયેલા વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, ચોરીમાં પકડાયેલા વિદ્યાર્થીઓને કમિટીએ શૂન્ય માર્કસ આપી 250થી 1000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

Surat News : પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને પકડીને શૂન્ય માર્ક સાથે 250થી 1000 ફટકાર્યો દંડ
Surat News : પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને પકડીને શૂન્ય માર્ક સાથે 250થી 1000 ફટકાર્યો દંડ

સુરત VNSGUમાં પરીક્ષામાં 89 વિદ્યાર્થીઓને ચોરી કરતા પકડ્યા

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વિવિધ કોર્ષની પરીક્ષામાં 89 વિદ્યાર્થીઓને સુપરવાઇઝર અને સ્કોર્ડની ટીમે ચોરી કરતા પકડી પડ્યા હતા. આ વિદ્યાર્થીઓ પર શિક્ષાત્મક પગલાઓ લેવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ યુનિવર્સિટીની કમિટી સમક્ષ આ વિદ્યાર્થીઓ એ પોતાની ભૂલ સ્વીકારી છે. જેથી આ તમામ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Surat VNSGU News : આ યુનિવર્સિટીની લેબ ટેક્નિશિયનની ડિગ્રી સરકારી ખાતામાં અમાન્ય, 1000 વિદ્યાર્થીઓને અન્યાય

શૂન્ય માર્કસ આપી 250થી 1000નો દંડ :આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લેવાયેલી વિવિધ કોર્ષની પરીક્ષાઓમાં ખંડ સુપરવાઇઝર, સુપરવાઇઝર અને સ્કોર્ડની ટીમ દ્વારા 89 જેટલા વિદ્યાર્થીઓને ચોરી કરતા પકડી પાડ્યા હતા. તે તમામ વિદ્યાર્થીઓને ફેક્ટ કમિટી દ્વારા રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. તે પૈકી 38 વિદ્યાર્થીઓ હાથમાં લખીને આવ્યા હતા. અમે 26 જેટલા વિદ્યાર્થીઓ જેઓ માઈક્રો ઝેરોક્ષ લઈને આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સાંભળ્યા બાદ ફેક્ટ કમિટીએ જેતે શૂન્ય માર્કસ આપી 250થી 1000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ વિદ્યાર્થીઓને આગામી સત્ર 2022-23ની પરીક્ષામાં બેસવા દેવાની પરવાનગી આપવામાં આવી છે.

આ પણ વાંચો :Surat News : દેશમાં પહેલીવાર કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ

વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવે છે : વધુમાં જણાવ્યું કે, પરીક્ષા ખંડમાં જ્યારે વિદ્યાર્થીઓ બેઠા હોય છે, ત્યારે પરીક્ષા સંબંધિત અધિકારીઓ તેમની પાસે રૂબરૂ જઈને વિદ્યાર્થીઓના હાથ બુટ મોજા અને વિવિધ રીતે તેઓને ચેક કરતા હોય છે. જો મહિલા પરીક્ષાથી વિદ્યાર્થીની હોય ત્યારે મહિલા સ્કોડ અધિકારી તેમની રીતે ચેક કરતા હોય છે. તેના આધારે લખાણ મળી આવતું હોય છે. તથા તેમની સપ્લીમેન્ટરીમાં માઈક્રો મુકેલી હોય તે પકડી લેવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details