ગુજરાત

gujarat

Surat Crime News: પ્રેમિકાને તેની માતાની હાજરીમાં પ્રેમીએ છરીના ઘા ઝીંકી દીધા, પ્રેમિકાની સ્થિતિ ગંભીર

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 7:03 PM IST

સુરતમાં ફરીથી પ્રેમિકા પર છરીના ઘા મારવાનો કિસ્સો સામે આવ્યો છે. રસ્તે જતી માતા સાથે જતી પ્રેમિકાને આંતરીને પ્રેમીએ તેના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

પ્રેમિકાને તેની માતાની હાજરીમાં પ્રેમીએ છરીના ઘા ઝીંકી દીધા, પ્રેમિકાની સ્થિતિ ગંભીર
પ્રેમિકાને તેની માતાની હાજરીમાં પ્રેમીએ છરીના ઘા ઝીંકી દીધા, પ્રેમિકાની સ્થિતિ ગંભીર

સુરતઃ શહેરના ખટોદરા વિસ્તારમાં પ્રેમિકા પર પ્રેમી દ્વારા ફરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. માતા સાથે જઈ રહેલી પ્રેમિકાને ભરબજારે આંતરીને પ્રેમીએ ગળાના ભાગે છરી હુલાવી દીધી છે. આ જીવલેણ હુમલામાં પ્રેમિકાની સ્થિતિ ગંભીર છે અને હાલ સારવાર હેઠળ છે.

સમગ્ર ઘટનાક્રમઃ છેલ્લા 3 વર્ષથી વિષ્ણુ વસાવા અને તેની પ્રેમિકા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જ્યારે છેલ્લા દોઢ વર્ષથી બંને જણા એક સાથે જ રહેતા હતા. વિષ્ણુએ પ્રેમિકાને તેના વતન જવા માટે વાત કરી હતી. પ્રેમિકાએ વતન જવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. વિષ્ણુ પ્રેમિકાને વતન લઈ જવા મક્કમ હતો. તે વારંવાર પ્રેમિકાને વતન જવા માટે દબાણ કરતો હતો. આ વાત પર બંને જણ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. છેલ્લી વાર થયેલા ઝઘડાને લઈને વિષ્ણુ ગુસ્સાની હદ પાર કરી ગયો હતો. પ્રેમિકા પણ આ ઝઘડાથી કંટાળીને પોલીસ ફરિયાદ કરવા માટે તેની માતા સાથે જઈ રહી હતી. ખટોદરાના રાયકા સર્કલ પાસેથી જ્યારે પ્રેમિકા તેની માતા સાથે પસાર થતી હતી ત્યારે વિષ્ણુએ પ્રેમિકાને ભરબજારે આંતરી હતી. ઝઘડો કર્યા બાદ વિષ્ણુએ પ્રેમિકાના ગળાના ભાગે છરી હુલાવીને જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસને ખબર મળતા જ પોલીસ કાફળો ઘટના સ્થળે ધસી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે યુવતિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે. જીવલેણ હુમલા બાદ યુવતિની સ્થિતિ ગંભીર છે. વિષ્ણુ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પોલીસ કાર્યવાહીઃ પોલીસને ખબર મળતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે યુવતિને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે વિષ્ણુ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વિષ્ણુ ફરાર થઈ ગયો હોવાથી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

હાલ ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા માટે હાલ ટીમો બનાવી છે. આરોપી વિષ્ણુ મજૂરી કામ કરતો હતો. તેણે વતનમાં પ્રેમિકાને લઈ જવાની જીદમાં પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યો હતો...આર. કે. ધુલિયા(P.I., ખટોદરા પોલીસ સ્ટેશન, સુરત)

  1. નશામાં ચકચૂર ભાઈ ભાન ભૂલ્યો, બીજા ભાઈ પર ચાકુ વડે કર્યો જીવલેણ હુમલો
  2. Murder: સુરતના સચિન વિસ્તારમાં બે ભાઈ પર ચાકુથી હુમલો, એકનું મોત

ABOUT THE AUTHOR

...view details