ગુજરાત

gujarat

Surat Crime : નેશનલ ગેમ્સ રમવા ગયેલી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ, ગર્ભ રહી જતાં સામે આવી હકીકત

By

Published : Feb 12, 2023, 4:24 PM IST

સુરતની 17 વર્ષીય તરુણી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. તરુણી ગાંધીનગર ખાતે આયોજિત નેશનલ ટુર્નામેન્ટમાં રમવા ગઈ હતી ત્યાં એક યુવક સાથે પ્રેમ સંબંધ થતા શારિરીક સંબંધ બંધાયો હતો. તરુણી સતત બીમાર રહેતા પાંચ માસનો ગર્ભ હોવાની હકીકત જાણવા મળી હતી. જે મામલે માતા-પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તરુણી સતત બીમાર રહેતા પાંચ માસનો ગર્ભ હોવાની હકીકત
તરુણી સતત બીમાર રહેતા પાંચ માસનો ગર્ભ હોવાની હકીકત

સુરતની 17 વર્ષીય તરુણી ઉપર દુષ્કર્મની ઘટના

સુરત:ગોડાદરા વિસ્તારની તરુણી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. તરુણી ગાંધીનગર ખાતે રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવા ગયેલી હતી જ્યાં તરુણી સાથે પરિચયમાં આવેલ શખ્સે દુષ્કર્મ કર્યું હતું. સામે આવેલી માહિતી પ્રમાણે વિદ્યાર્થીની જુનાગઢ ખાતે અભ્યાસ કરી રહી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી. જો કે વિદ્યાર્થીનીને અભ્યાસ સાથે રમત ગમતમાં પણ રસ હતો. જેથી તે સોફ્ટ બોલગેમ્સ રમતી હતી. ત્યાંથી આ વિદ્યાર્થીનીનું સિલેક્શન થયા બાદ થોડા સમય પેહલા ગત સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે આયોજિત ટુર્નામેન્ટ રમવા ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં તેની મહેસાણાના છોકરા જોડે મુલાકાત થઈ હતી. મુલાકાત થયા બાદ બંને સાથે જ ફરતા હતા. જોકે ટુર્નામેન્ટ રમ્યા બાદ બોઇસ અને ગર્લ્સને એક જ સાથે રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થીની અને છોકરા વચ્ચે શારિરીક સંબંધ બંધાઈ ગયો હતો.

આ પણ વાંચો:Rajkot Crime: ધોરાજીની સગીરા ગાયબ થતા દાદીએ મોતને વ્હાલું કર્યું

વિદ્યાર્થીનીને પાંચ માસનો ગર્ભ રહેતા થઈ જાણ:આ નેશનલ ગેમ્સ દરમિયાન બંને વચ્ચે સોશિયલ મીડિયામાં વાત પણ થતી હતી. જોકે ત્યાંથી આવ્યા બાદ તરુણી સતત બીમાર રહેતા માતા દવાખાને લઈ ગઈ હતી. જે બાદ તબીબ દ્વારા તરુણીને પાંચ માસનો ગર્ભ હોવાની હકીકત જણાવતા માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા. માતાએ દીકરીને પૂછતાં સમગ્ર હકીકત જણાવી હતી. મહેસાણાના યુવાનનો કોઈ મોબાઈલ નંબર પણ ન હોવાનું સગીરા જણાવી રહી છે. મહેસાણામાં યુવક ક્યાં રહે છે તે અંગે પણ તેને કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું છે. જોકે સમગ્ર ઘટના સામે આવતા હવે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Ahmedabad Suicide Case : વિડીયો બનાવી યુવકે કરી આત્મહત્યા, પત્ની પ્રેમી પોલીસ પર આક્ષેપ

પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી: આ મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવી જણાવ્યું છે કે 18 વર્ષથી નાની એક દીકરી છે. તેને પાંચ માસનો ગર્ભ રહી જતા તેના માતા-પિતા પોલીસ સ્ટેશને આવી આ બાબતની સમગ્ર હકીકતો જણાવી ફરિયાદ નોંધાવી છે. દીકરી આ પેહલા અભ્યાસ અને રમત ગમત માટે બહાર ગઈ હતી ત્યાં એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ વ્યક્તિ સાથે તેનો સંબંધ બંધાયો હતો. જેથી દીકરીને ગર્ભ રહી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details