ગુજરાત

gujarat

દેહ વેપારના ગુના સાથે સંકળાયેલા 3 આરોપીને સુરત પોલીસે ઝડપી લીધા

By

Published : Apr 17, 2021, 8:36 PM IST

બાંગ્લાદેશથી માનવ તસ્કરી કરી યુવતીઓને ભારત લાવી દેહ વેપાર કરાવવાનું રેકેટ ઝડપી લીધુ છે. ATSએ અને સુરત SOG પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે સુરતમાંથી બાંગ્લાદેશથી આવેલા 3 આરોપીને ઝડપી લીધા છે, તેમના ચૂંગલમાંથી દેહ વ્યાપાર માટે લવાયેલી એક 17 વર્ષીય કિશોરીને પોલીસે મુક્ત કરાવી હતી.

Surat SOG Police
Surat SOG Police

  • બાંગ્લાદેશથી માનવ તસ્કરી કરી યુવતીઓ પાસે દેહ વેપાર કરાવતું રેકેટ ઝડપાયું
  • બાંગ્લાદેશથી આવેલા 3 આરોપીને ઝડપી લીધા
  • દેહ વેપાર માટે લવાયેલી એક 17 વર્ષીય કિશોરીને પોલીસે મુક્ત કરાવી

સુરત : બાંગ્લાદેશથી માનવ તસ્કરી કરી યુવતીઓને ભારત લાવી દેહ વેપાર કરાવવાનું રેકેટ ઝડપી લીધુ છે. ATS અને સુરત SOG પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને યુવતીઓને દેહ વેપાર માટે ભારતમાં લાવી રહ્યા છે. સુરતમાં પણ આ પ્રકારની માનવ તસ્કરી થઇ રહી છે. આ માહિતી સુરત SOG પોલીસને મળતા તેમને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મિજાનુર ઉર્ફે શરુફુલ્લ હુભ શેખ અને તેની પત્ની અજમીરા ખાતુંનને ઝડપી લેવામાં આવ્યા હતા.

15 હજાર રૂપિયામાં યુવતીને ખરીદવામાં આવી હતી

પોલીસે તેમના ચુંગલમાંથી એક 17 વર્ષીય કિશોરીને મુક્ત કરાવી હતી અને તેને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપવામાં આવી હતી. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા યુગલ ભરૂચ ખાતે રહેતા અને ઉંદર મારવાની દવા બનાવતા મુર્તુજા અજમલ શેખ સાથે મળી બાંગ્લાદેશથી યુવતીઓને ભારત લાવી દેહ વેપાર કરાવતા હતા. જે માટે તેને દલાલીના પૈસા પણ ચૂકવવામાં આવતા હતા. 15 હજાર રૂપિયામાં યુવતીને ખરીદવામાં આવી હતી.

દેહ વેપારના ગુના સાથે સંકળાયેલા 3 આરોપીને સુરત પોલીસે ઝડપી લીધા

આ પણ વાંચો -સુરતમાંથી દેહ વેપાર રેકેટ ઝડપાયું, બાંગ્લાદેશની કિશોરીને બચાવવામાં આવી

દલાલ તેમને ભારતથી બોર્ડર ક્રોસ કરવામાં મદદ કરતો હતો

આરોપી યુગલની કડક પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે, તેમને કોઈ કામધંધો કરી શકે તેમ ન હોય જેથી તેમને બાંગ્લાદેશના વતની અને ભરૂચ ખાતે રહેતા મુર્તુજા અજમલ શેખ સાથે મળી બાંગ્લાદેશથી આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને રૂપિયાની લાલચ આપી ગેરકાયદેસર રીતે ધુસણખોરી કરી સુરત લાવવામાં આવતા હતા. જે બાદ યુવતીઓ પાસે દેહ વેપાર કરાવતા હતા. બોર્ડર ક્રોસ કરવા માટે તેમને જીલાલ નામના એક દલાલના સંપર્કમાં પણ હતા અને જીલાલ નામનો દલાલ તેઓને ભારતથી બોર્ડર ક્રોસ કરવામાં મદદ કરતો હતો. બોર્ડર ક્રોસ કરાવનારા શખ્સને રૂપિયા 4000 આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -સુરતમાં સ્પાની આડમાં દેહવેપાર... જાણો આ રિપોર્ટ

પોલીસે યુગલ સહિત ત્રણેયની ધરપકડ કરી

ભરૂચનો આરોપી મુર્તુજા અજમલ શેખ આ અગાઉ બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં ઓલપાડ પોલીસ મથકના ગુનામાં પણ પકડાયો હતો. જો કે, હાલ પોલીસે દંપતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમને કયા કયા રૂટથી અને કોની કોની મદદથી અને કેટલી યુવતીઓને આવી રીતે ભારત લાવી દેહ વેપાર કરાવવામાં આવ્યો છે, તે બાબતની ઉંડાણપૂર્વકની તપાસ પોલીસે શરૂ કરી છે.

આ પણ વાંચો -સુરતમાં સ્પામાં દેહ વેપાર કરાવતા કર્મચારી અને મેનેજરની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details