ગુજરાત

gujarat

મહુવામાં પોલીસ કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતા પકડાયા

By

Published : Dec 23, 2022, 1:38 PM IST

સુરતમાં 50 હજારની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથે ACB ના હાથે ઝડપાઇ (Surat Constable caught taking bribe) ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલ (Constable in Mahua Police Station) દારૂ સાથે પકડાયેલી કાર છોડાવવા માટે 50 હજારની માગ કરી રહ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલે (Surat police constable) ફરિયાદીને મહુવા બસ સ્ટેન્ડ પાસે લાંચની રકમ લેવા બોલાવ્યો હતો.

ખાખીની માંગણી: બુધાલાલે દારૂ સાથે પકડાયેલી કાર છોડવા 50 હજાર માગ્યા
ખાખીની માંગણી: બુધાલાલે દારૂ સાથે પકડાયેલી કાર છોડવા 50 હજાર માગ્યા

સુરતઆ શહેર જાણે ગુનાઓ માટે વિસ્તાર વધારી રહ્યું હોય તેવું હવે લાગી રહ્યું છે. કેમ કે સુરતમાં હવે પોલીસપણ લાંચ પકડાય રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ (Surat police constable) દારૂ સાથે પકડાયેલી કાર છોડાવવા માટે 50 હજારની માગ કરી રહ્યો હતો.આ સમયે એ.સી.બી.ના હાથે (Surat Constable caught taking bribe) ઝડપાઇ ગયો હતો.

ચકચાર મચી ગઈ સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકમાંફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલને(Surat Constable caught taking bribe) 50 હજાર રૂપિયાની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB)એ રંગે હાથ પકડી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

રૂપિયાની માગ કરીમહુવા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ(Constable in Mahua Police Station) તરીકે ફરજ બજાવતો બુધાલાલ હેમુભાઈ માધર (ઉ.વર્ષ 28)એ દારૂના ગુનામાં પકડાયેલા એક આરોપીની અટકાયત કરી તેની કાર જમા કરી લીધી હતી. આ કાર છોડવા માટે બુધાલાલે એક લાખ રૂપિયાની માગ કરી હતી. ભારે રકઝક બાદ અંતે 50 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

લાંચની રકમACBએ મહુવા બસ સ્ટેન્ડ પાસે છટકું ગોઠવ્યું હતું. પરંતુ ફરિયાદ લાંચની રકમ આપવા માગતો ન હોય તેણે આ અંગે ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે ACBની ટીમે ગુરુવારના રોજ છટકું ગોઠવ્યું હતું. અગાઉ નક્કી થયા મુજબ પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીને મહુવા બસ સ્ટેન્ડ પાસે લાંચની રકમ લેવા બોલાવ્યો હતો.

આગળની કાર્યવાહી ફરિયાદી પાસે લાંચ રકમ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલ(Surat Constable caught taking bribe) બુધાલાલ આબાદ ઝડપાય ગયો હતો. પોલીસે તેણે ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી સુરત એકમ અને તાપી ACB પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details