ગુજરાત

gujarat

સુરતમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગ ઝડપાઇ

By

Published : Nov 18, 2019, 6:51 PM IST

સુરત: કતારગામ પોલીસે ફરી રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગને ઝડપી પાડી છે. જેમની પાસેથી પોલીસે 21 મોબાઇલ, રિક્ષા સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે, પોલીસે બે ગુનાઓને ઉકેલવામાં સફળતા મેળવી છે. રિમાન્ડ દરમિયાન વધુ ચોરીના ગુનાઓ ઉકેલાઈ તેવી શકયતા છે.

rere

સુરત કતારગામ પોલીસને બાતમી મળી હતી કે, રિક્ષામાં મુસાફરનો સ્વાંગ રચી મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગ કતારગામ વિસ્તારમાં ફરી રહી હતી. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રિક્ષામાં સવાર સાત લોકોની અટકાયત કરી છે. પોલીસને તપાસ દરમિયાન તેમની પાસેથી 21 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જે બાદ પોલીસે તમામ લોકોની કડક પુછપરછ કરતા આ મોબાઇલ ચોરીથી મેળવ્યા હોવાની કબુલાત કરી હતી.

સુરતમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગ ઝડપાઇ

પોલીસના જણાવ્યાનુસાર આરોપીના નામ રફીક ઉર્ફે બાંગો, અનવર શેખ, અલ્લારખા, વિકિ થોરાટ, રાહુલ આહિર તથા ફૈયાઝ શા હોવાનું જણવા મળ્યું છે. આ ગેંગ રેલ્વે સ્ટેશન અને કતારગામ વિસ્તારમાં ફરી ચોરીને અંજામ આપતી હતી. શરૂઆતમાં તેઓ રિક્ષામાં ત્રણ સાગરિતો બેઠા જ હોય છે. બાદમાં એકલ દોકલ મુસાફરને તેઓની વચ્ચે બેસાડી તેમની નજર ચુકવીને મોબાઇલની ચોરી કરી અધ વચ્ચે ઉતરી જતા હતાં.

મોબાઇલ ચોરી ગેંગમાંનો રફીક અગાઉ પોલીસના હાથે ઝડપાઇ ચુકયો છે. તેમજ એક સરથાણા પોલીસ મથકનો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મેળવી છે. હાલ પોલીસે તમામને કોર્ટમા રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં ડઝન જેટલા મોબાઇલ ચોરીના ગુના ઉકેલાશે તેવી શકયતા છે.

Intro:સુરત : રિક્ષામા મુસાફરના સ્વાંગમા ફરી મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગને કતારગામ પોલીસે ઝડપી પાડી હતી. જેઓની પાસેથી પોલીસે 21 મોબાઇલ, રિક્ષા સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.હાલ પોલીસે બે ગુનાઓ ઉકેલી કાઢવામા સફળતા મેળવી છે. રિમાન્ડ દરમિયાન ડઝનો ચોરીના ગુનાઓ ઉકેલાશે તેવી શકયતા વ્યકત કરવામા આવી હતી.


Body:સુરત કતારગામ પોલીસને બાતમી મળી હતી કે રિક્ષામા મુસાફરનો સ્વાંગ રચી મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગ હાલ કતારગામ વિસ્તારમા ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રિક્ષામા સવાર સાત લોકોની અટકાયત કરી હતી. પોલીસ તપાસ દરમિયાન તેઓની પાસેથી 21 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતા તેઓએ ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી પોલીસે તમામ લોકોની કડક પુછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે આ મોબાઇલ ચોરીથી તેઓઓ મેળવ્યા છે. પોલીસ પુછપરછમા તેઓએ પોતાના નામ રફીક ઉર્ફે બાંગો, અનવર શેખ, અલ્લારખા, વિકિ થોરાટ, રાહુલ આહિરે તથા ફૈયાઝ શા જણાવ્યુ હતુ. આ ગેંગ રેલ્વે સ્ટેશન અને કતારગામ વિસ્તારમા ફરતી હોય છે. શરુઆતમા તેઓ રિક્ષામા ત્રણ સાગરિતો બેઠા જ હોય છે. બાદમા એકલ દોકલ મુસાફરને તેઓની વચ્ચે બેસાડી દે છે. બાદમા તેની નજર ચુકવીને મોબાઇલની ચોરી કરી અધ્ધ વચ્ચે ઉતરી જતા હોય છે. મોબાઇલ ચોરી ગેંગ પૈકી રફીક અગાઉ પોલીસના હાથે ઝડપાય ચુકયો છે. તેમજ એક સરથાણા પોલીસ મથકનો ગુનો ઉકેલવામા પોલીસને સફળતા મેળવી છે. Conclusion:હાલ પોલીસે તમામને કોર્ટમા રજુ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ પુછપરછમા ડઝનો મોબાઇલ ચોરીના ગુના ઉકેલાશે તેવી શકયતા વ્યકત કરવામા આવી છે.

ABOUT THE AUTHOR

...view details