ગુજરાત

gujarat

VNSGU Certificate Course : વિદેશી ભાષાઓનો સર્ટિફિકેટ કોર્સ, લેંગ્વેજ ઇન્ટરપ્રિટેશન માટે AIની મદદ લેવાશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 4:43 PM IST

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષામાં હવે સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે. જેમાં જર્મન, ફ્રેંચ, જાપાનીઝ, ચાઈનીઝ, ફેનિસ કોરિયન્સ સહિત 10 ભાષામાં આ કોર્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. વધુ જાણો અહેવાલમાં.

VNSGU Certificate Course : વિદેશી ભાષાઓનો સર્ટિફિકેટ કોર્સ, લેંગ્વેજ ઇન્ટરપ્રિટેશન માટે એઆઈની મદદ લેવાશે
VNSGU Certificate Course : વિદેશી ભાષાઓનો સર્ટિફિકેટ કોર્સ, લેંગ્વેજ ઇન્ટરપ્રિટેશન માટે એઆઈની મદદ લેવાશે

10 ભાષામાં કોર્સ

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ સુરત ખાતે આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષામાં હવે સર્ટિફિકેટ કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા 10 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે આ ઉપરાંત વીઝીટીંગ ફેકલ્ટીઓની પણ ભરતી કરવામાં આવી રહી છે. 10 જેટલી વિદેશી ભાષામાં કોર્સ કરાવાશે.

સૌથી વધુ જર્મન ભાષા શીખવાનો રસ : વિદેશી ભાષા શીખવા માટે 50થી પણ વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે જેમાંથી સૌથી વધુ જર્મન ભાષા માટે 29 અરજીઓ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે આ કોર્સમાં યુનિવર્સિટી લેંગ્વેજ ઇન્ટરપ્રિટેશન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદ પણ લેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી અને વિદેશી ભાષાના જાણકારો દ્વારા આ સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવશે. જેમાં જર્મન, ફ્રેંચ, જાપાનીઝ, ચાઈનીઝ, ફેનિસ કોરિયન્સ સહિત 10 ભાષામાં આ કોર્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

નવો વિભાગ શરૂ : ટેક્સટાઇલ હીરા ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરમાં હાલના દિવસોમાં જે રીતે વિદેશી વેપારીઓ અને ટુરિસ્ટ આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીમાં નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અલગ અલગ વિદેશી ભાષાના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે.

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે હતાં ત્યારે તેઓએ સૂચન આપતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં અલગ અલગ વિદેશી ભાષા પર કોર્સ શરૂ કરવામાં આવે. આ વાતને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 જેટલી વિદેશી ભાષામાં કોર્સ તૈયાર કર્યા છે. કોર્સમાં પ્રવેશ કરવા માટે અમારી ઓફિશિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશનની કામગીરી પણ ચાલી રહી છે. આ સાથે આ વિષય ભણાવવા માંગતા હોય તેવા લોકોને પણ અમે ઓફલાઈન ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છીએ.. કિશોરસિંહ ચાવડા (વીસી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી )

એઆઇની પણ મદદ લેવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, આ 60 કલાકનો કોર્સ છે. આ કોર્સ શરૂ કરવા પાછળનો મુખ્ય કારણ છે કે અહીં ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. સાથો સાથ ટેક્સટાઇલ અને ડાયમંડ હબ છે. અહીં વિદેશથી લોકો વેપાર માટે આવે છે જેથી તેમની સાથે કમ્યુનિકેશન કરવા માટે યોગ્ય મીડીએટર મળી રહે આ હેતુથી આ કોર્સ શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ. સુરત મેડિસિન અને અન્ય હજીરા ઉદ્યોગ સાથે પણ સંકળાયેલો છે, જેથી વિદેશી ભાષાની જાણકારી રાખનાર લોકોની જરૂરીયાત ભવિષ્યમાં રહેશે. આ તમામ કોર્સ એઆઈના મદદથી પણ કરવામાં આવશે.

  1. આઈઆઈટીયન ગુજરાતી યુવક દ્વારા VR AR AI ટેકનોલોજી સાથે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ આપતી ફ્રી વેબસાઇટ શરૂ કરાઇ
  2. Human-Robot Conference: ઈતિહાસમાં પ્રથવાર માનવ-રોબોટની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, મશીને કર્યો દાવો

ABOUT THE AUTHOR

...view details