ગુજરાત

gujarat

સુરતને બદસુરત કરનાર લોકો પર તવાઈ, મનપા સ્કવોડ દ્વારા ગંદકી કરનારાઓને 3.24 લાખનો દંડ ફટકાર્યો

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 2:46 PM IST

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત પ્રથમ ક્રમ આવે તે માટે સુરત મહાનગરપાલિકાએ કમર કસી લીધી છે. ગંદકી કરનાર લોકો સામે હવે એક્શન લેવામાં આવી રહ્યાં છે. તમામ ઝોનમાં સ્કવોડની રચના કરવામાં આવી છે. એક દિવસમાં 3.24 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સુરતને બદસુરત કરનાર લોકો પર તવાઈ, મનપા સ્કવોડ દ્વારા ગંદકી કરનારાઓને 3.24 લાખનો દંડ ફટકાર્યો
સુરતને બદસુરત કરનાર લોકો પર તવાઈ, મનપા સ્કવોડ દ્વારા ગંદકી કરનારાઓને 3.24 લાખનો દંડ ફટકાર્યો

તમામ ઝોનમાં સ્કવોડ લગાવાઇ

સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ મિશન અંતર્ગત દ૨૨ોજ શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે. સાથે સાથે શહેરને સુંદર બનાવવા માટે બ્યુટીફીકેશન રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ શહેરીજનો દ્વારા હજી પણ જાહેરમાં કચરો ફેંકવામાં આવી રહ્યો છે અને ગંદકી કરવામાં આવી રહી છે.

તમામ ઝોનમાં સ્કવોડ નાગરિકોની લાપરવાહી સામે હવે સુરત મનપા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મનપા કમિશનર શાલિની અગ્રવાલની સૂચનાથી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હવે આજથી તમામ ઝોનમાં સ્કવોડ ગોઠવી દેવામાં આવી છે. ઝોન દીઠ સવારના સમયે 2 એમ કુલ 18 સ્કવોડ દ્વારા ગંદકી કરનારાઓ સામે તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો સ્ટોક કરનારાઓને દંડ ફટકારવામાં આવશે.

9 ઝોનમાં મળીને કુલ 36 સ્કવોડઆરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, પ્રથમ જ દિવસે કુલ 3.24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મનપા કમિશનર દ્વારા ખાસ કરીને શહેરના કોમર્શિયલ વિસ્તારો, ઇન્ડસ્ટ્રિયલ પોકેટોમાં સ્વચ્છતા બાબતે વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આજથી આ 18 સ્કવોડ દ્વારા ગંદકી કરનારાઓ સામે દંડ ફટકારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અને આવતીકાલથી દરેક ઝોનમાં દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન 2-2 સ્કવોડ એટલે કે તમામ 9 ઝોનમાં મળીને કુલ 36 સ્કવોર્ડ દ્વારા કડક નજર રાખવામાં આવશે તેમજ જાહેરમાં ગંદકી કરનારાઓને દંડ ફટકારવામાં આવશે...પ્રદીપ ઉમરીગર (આરોગ્ય અધિકારી)

સ્કવોડ પર વિશેષ ભાર : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને કોમર્શિયલ વિસ્તારો, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તા૨ોમાં રાત્રિના સમયે કચરાનો રોડ પ૨ જ નિકાલ કરવામાં આવતો હોય મનપા કમિશનરે રાત્રિ સ્કવોડ પર વિશેષ ભાર મુક્યો છે. તેમજ હવે આવનારા દિવસોમાં દુકાન, ઓફિસ, ખાણીપીણીની લારીઓ, શાકભાજી માર્કેટોની બહાર ડસ્ટબિન ફરજિયાત રાખવા માટેની ઝુંબેશને પણ વેગવંતી બનાવાશે. મનપા દ્વારા થોડા સમય અગાઉ ખુદ શાકભાજી માર્કેટોમાં રાઉન્ડ લીધો હતો અને તમામને ડસ્ટબીન રાખવા અપીલ કરી હતી. જેના પર હવે આરોગ્ય વિભાગની સ્કવોડ નજર આવશે.

  1. Bhavnagar Local Issue : ભાવનગરમાં કચરાની કથા, સ્વચ્છતા પાછળ કરોડો ખર્ચ કરવા છતાં પણ કચરાના ઢગ કેમ ?
  2. Reality Check : મેયરનું શ્રમદાન કે ફોટો સેશન? સામેની બાજુએ કચરાના ઢગ ગાંધી જયંતિએ પણ હતા આજે પણ છે જૂઓ

ABOUT THE AUTHOR

...view details