ગુજરાત

gujarat

Surat News : નવી સિવિલ હોસ્પિટલ-મેડિકલ કોલેજના 122 વિદ્યાર્થીઓ નાપાસ, કારણ ચોંકાવનારું

By

Published : Mar 2, 2023, 4:20 PM IST

સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં કેવા પ્રકારનું શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી રહ્યાં છે તેનો નમૂનો સામે આવ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના 122 વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં. એમબીબીએસના ત્રીજા વર્ષમાં પહેલા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને બ્લડ પ્રેશર કેવી રીતે માપવું તેની ખબર જ ન હતી.

Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના 122 વિદ્યાર્થીઓ નાપાસ થયાં, કારણ ચોંકાવનારું છે
Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના 122 વિદ્યાર્થીઓ નાપાસ થયાં, કારણ ચોંકાવનારું છે

નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરી પાછી પરીક્ષા લેવામાં આવશે

સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના 122 વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં. તેઓ કેમ નાપાસ થયાં તેનું કારણ ચોંકાવનારું છે. સુરત સિવિલ હોસ્પિટલના કોલેજ પ્રશાસન દ્વારા MBBS નો અભ્યાસ કરતાં 122 જેટલા વિદ્યાર્થીઓને બ્લડ પ્રેશર કઈ રીતે માપવું તેની જાણકારી ન રહેતા તેઓને નાપાસ કરવામાં આવ્યા છે. કારણકે આ તમામ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલની પરીક્ષા દરમિયાન બ્લડ પ્રેશર કઈ રીતે માપવામાં આવે છેે તેની કોઇ પદ્ધતિની જાણતાકી ન હતી. જેથી આ તમામ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા.

122 વિદ્યાર્થીઓ નાપાસ થતાં હોબાળો : વિદ્યાર્થીઓને બ્લડ પ્રેશર કઈ રીતે માપવું તેની માહિતી જ ન હતી સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બે દિવસ પહેલા એમબીબીએસના ત્રીજા વર્ષના પ્રથમ સેમેસ્ટરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની કોલેજમાં અભ્યાસ કરતા 122 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં આ બાબતે યુનિવર્સિટીના પરીક્ષકને જાણ કરવામાં આવી હતી. ત્યાંથી તેઓને જણાવવામાં આવ્યું હતું કે, તમારા માર્કસ તમારા કૉલેજ દ્વારા જ આપવામાં આવ્યા છે. જેથી આ માર્ક્સ મુકવામાં આવ્યા છે. તેઓના કૉલેજ દ્વારા થિયરીમાં સારા માર્કસ આપવામાં આવ્યા હતા પરંતુ પ્રેક્ટીકલમાં બ્લડ પ્રેશર કઈ રીતે માપવું અને તેની માહિતી ન હોવાના કારણે તેમને સારા માર્કસ ન આવાને કારણે તેઓ નાપાસ થઈ ગયા હતા.

આ પણ વાંચો Gujarat Medical Education: MBBS-એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માતૃભાષામાં ભણી શકશે

તાત્કાલિક બેઠક બોલાવાઇ :આ પ્રકારની ઘટનાને લઇને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઇ હતી. જેમાં આ વિદ્યાર્થીઓમાં ગ્રોથ કઈ રીતે લાવી શકાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરી પાછી પરીક્ષા લેવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

ફરી પરીક્ષા લેવા રજૂઆત : આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોલેજમાં યુનિવર્સિટીના 122 જેટલા વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલમાં નાપાસ કરવામાં આવ્યા છે. તેઓની ફરી પાછી પરીક્ષા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેથી યુનિવર્સિટી દ્વારા ફરી પાછા વિદ્યાર્થીઓ નાપાસ ન થાય તે માટે મેડિકલ કોલેજ અને યુનિવર્સિટી તત્પર છે. જેના માટે કોલેજ અને યુનિવર્સિટી દ્વારા સંકલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પ્રેક્ટીકલ દરમિયાન સંતોષકારક જવાબ ન આપતા તેમને પરીક્ષક નિરીક્ષકો દ્વારા ઓછા ગુણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો MBBS Management Quota: મેડિકલમાં મેનેજમેન્ટ ક્વોટામાં અનામત ન મળી શકે - હાઈકોર્ટ

હવે સારી રીતે અભ્યાસ કરાવાશે :કિશોરસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યુંકે, આ તમામ વિદ્યાર્થીઓએ પ્રેક્ટીકલ દરમિયાન સંતોષકારક જવાબ ન આપતા તેમને પરીક્ષક નિરીક્ષકો દ્વારા ઓછા ગુણ આપવામાં આવ્યા છે. પરીક્ષામાં જે રીતે નિરીક્ષકો સવાલો પૂછ્યા હશે તેમાં એમને સંતોષકારક જવાબ ન મળતા વિદ્યાર્થીઓના પાસિંગ માર્ક મુકવા આવ્યા નથી એવી માહિતીઓ મળી છે. હવે પછી વિદ્યાર્થીઓને કોલેજ અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા સારી રીતે અભ્યાસ આપવામાં આવશે તે ઉપરાંત માનસિક રીતે પણ સ્વસ્થ રહે તે રીતે અભ્યાસ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details