ગુજરાત

gujarat

Surat News : ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં બ્રિજ ઉપર પોલીસ ચોકી બનાવવામાં આવી, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ

By

Published : Jul 5, 2023, 8:56 PM IST

સુરતમાં રીંગરોડ બ્રિજ પરથી પસાર થતાં એવું દ્રશ્ય જોવા મળ્યું જે ગુજરાતમાં ક્યાંય નહીં હોય. આ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ અને ટ્રાફિક નિયમન માટે પોલીસ ચોકી બનાવવામાં આવી છે.

Surat News : ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં બ્રિજ ઉપર પોલીસ ચોકી બનાવવામાં આવી, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ
Surat News : ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં બ્રિજ ઉપર પોલીસ ચોકી બનાવવામાં આવી, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ

ગુજરાતમાં પ્રથમવાર

સુરત : બ્રિજ સિટી સુરત શહેરમાં બ્રિજ પર પોલીસ ચોકી બનાવવામાં આવી છે. ગુજરાતમા પ્રથમવાર હશે કે કોઈ બ્રિજ ઉપર પોલીસ ચોકી બનાવવામાં આવી હોય. વરસાદના કારણે ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ પરથી પસાર થનાર બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાને લઈ અનેકવાર ટ્રાફિક પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં ક્યારે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને ટ્રાફિક નિયમન સારી રીતે ચાલે આ હેતુથી બ્રિજની ઉપર જ ટ્રાફિક ચોકી બનાવી દેવામાં આવી છે.

વરસાદની સિઝનમાં કાપડ માર્કેટ ખાતે આવેલા રીંગરોડ બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા અંગે ફરિયાદ મળી હતી. આ સમસ્યાને દૂર કરવા માટે એક ખાસ નિર્ણય લેવાયો છે. બ્રિજ વચ્ચે જે ડીવાઈડર છે ત્યાં લોખંડની જાળી લગાવવામાં આવી છે અને ખાસ એક કેબિન બનાવવામાં આવી છે. આ ટ્રાફિક પોલીસ ચોકી આ પાછળનું કારણ છે કે અહીં થનાર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં આવે. આ સાથે ટ્રાફિક પોલીસ કર્મીઓ બ્રિજ વચ્ચે પેટ્રોલિંગ પણ કરી શકશે...અમિતા વાનાણી(ડીસીપી, ટ્રાફિક વિભાગ)

બ્રિજની ઉપર જ પોલીસ ચોકી : સુરત શહેરમાં ભારે વરસાદના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને રીંગરોડ ફ્લાય ઓવર કે જ્યાં એશિયાની સૌથી વ્યસ્ત કાપડ માર્કેટ છે. ત્યાં કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે. માત્ર વેપારીઓ જ નહીં પરંતુ ત્યાંથી પસાર થનાર સુરતની પ્રજાના લોકોને હેરાનગતિ ન થાય આ માટે અનેક ફરિયાદો બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજની ઉપર જ પોલીસ ચોકી બનાવવામાં આવી છે.

બે જવાનો તહેનાત રહેશે : સુરતના સહારા દરવાજા, ઉધના દરવાજા અને રીંગરોડ પરથી પસાર થનાર આ ફ્લાય ઓવર ઉપર જ એક નાની કેબિન બનાવવામાં આવી છે. આ કેબિન પોલીસ ચોકી તરીકે કાર્યરત રહેશે. જેમાં ટ્રાફિક પોલીસના બે જવાનો તહેનાત રહેશે. અતિ વ્યસ્ત રહેનાર આ વિસ્તારમાં જે ફ્લાય ઓવર પસાર થાય છે. તે ઉપર જો એક પણ વાહન બગડી જાય તો કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે ખાસ કરીને વરસાદની સિઝનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે.

કદમાં નાનકડી કેબિન : ત્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી બ્રિજ સાઈડના ભાગમાં ટ્રાફિક નડતરરૂપ નથી ત્યાં જ એક કેબિન બનાવવામાં આવી છે. જોવામાં ખૂબ જ નાની કેબીન છે પરંતુ બ્રિજ ઉપર જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી તેને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે આ કેબિનમાં ટ્રાફિક પોલીસના બે જવાનો તહેનાત રહેશે.

  1. રીંગરોડ પર દોડતી પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી, ચારને ઇજા
  2. Surat News : રિંગરોડ પર આવેલા ટેનામેન્ટ મામલે SMCનું ભૂત ધૂણ્યું, સ્થાનિકોને ખાલી કરવાની આપી નોટિસ
  3. Ahmedabad News : નવા રીંગરોડની તૈયારીઓ, અનેક ગામડાઓ વિકાસના પાટે

ABOUT THE AUTHOR

...view details