ગુજરાત

gujarat

Surat News : ધાતવા ગામની સીમમાં નદીમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો

By

Published : Aug 21, 2023, 9:19 PM IST

બે દિવસ પહેલાં દિગસ-ધાતવા ગામ પાસે તાપી નદીમાં નહાવા ઉતરેલો યુવક ડૂબી ગયો હતો. બે દિવસની શોધખોળ બાદ કામરેજ ફાયર વિભાગની ભારે જહેમતને અંતે તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

Surat News : ધાતવા ગામની સીમમાં નદીમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો
Surat News : ધાતવા ગામની સીમમાં નદીમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો

નદીના ઊંડા પાણીમાં મોતને ભેટ્યો યુવક

સુરત : સુરત જિલ્લાના કામરેજનાં દિગસ-ધાતવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના બ્રિજ ઉપર એક્સપ્રેસ વે બ્રિજની ચાલી રહેલી કામગીરીમાં કામ કરતા બે શ્રમજીવી પરપ્રાંતીય ભાઇઓ પૈકી એક ભાઇ બે દિવસ પહેલા તાપી નદીનાં પાણીમાં ડૂબી જતા કામરેજ ઈઆરસી ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી હતી.જોકે બે દિવસ બાદ લાપતા યુવકનો મૃતદેહ મળ્યો હતો.

સતત છેલ્લા બે દિવસથી અમારી ટીમ દ્વારા તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલ લાપતા યુવકને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ગત મોડી રાત્રે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી પોલીસને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. હાલ આગળની કાયદાકીય કાર્યવાહી કામરેજ પોલીસ કરશે...પ્રવીણ પટેલ(કામરેજ ERC ફાયર ઓફિસર)

પાણીમાં નહાવા માટે ઉતર્યા : પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં કામરેજ તાલુકાના દિગસથી ધાતવા તાપી નદી ઉપર એક્સપ્રેસ વે બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ એજન્સીમાં કામ કરતા બે શ્રમજીવી લેબર શાહિદુલ અલી એહમદ અલી ખાન મૂળ રહેવાસી જામુવાબારી થાણા દુબરી(આસામ) અને જેનો ભાઇ કેપીઉલ અલીહક અહમદઅલી ખાન હાલ દિગસ ગામમાં રહેતાં હતાં. તાપી નદી કિનારે બ્રિજ કામનાં પડાવ ઉપર બંને ભાઇઓ બે દિવસ પહેલા નવરાશની પળોમાં બ્રિજની ચાલી રહેલી કામગીરી દરમ્યાન જેમનાં ન્હાવા માટે પડાવ પાસેથી પસાર થતી તાપી નદીમાં બંને ભાઇઓ પાણીમાં નહાવા માટે ઉતર્યા હતા.

મોટોભાઈ પાણી ઊંડુ જોઇ નીકળી ગયો : જોકે પાણીમાં ઉંડાણ જણાતાં સમયસૂચક્તા વાપરી બંને ભાઇ પૈકી મોટો ભાઇ કેપીઉલ અલીહક અહમદઅલી ખાન સુરક્ષિત તાપી નદી કિનારે આવી જતાં જેનો આબાદ બચાવ થયો હતો. ત્યારે જેની નજર સમક્ષ નાનો ભાઇ શાહિદુલ એહમદઅલી ખાન તાપી નદીનાં ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો.

બે દિવસની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો : નજર સામે નાના ભાઇને ડૂબતો જોઇ જતાં મોટા ભાઇએ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. પણ પત્તો નહીં લાગતા અંતે કામરેજ ERC ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. બનાવનાં સ્થળે દોડી આવેલી ફાયર ટીમે તાપી નદીના ઊંડા પાણીમાં ગરક થઇ ગયેલા યુવકની શોધખોળ કરી હતી. ઘટનાને લઇને કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યારે બે દિવસની લાંબી શોધખોળ બાદ લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

  1. Surat News: ધાતવા ગામની સીમમાં તાપી નદીમાં નાહવા પડેલા બે પૈકી એક યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયો
  2. Surat News : માંડવી તાલુકામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મહિલાનું મોત
  3. Amreli News: જાફરાબાદના મોટા માણસા ગામના તળાવમાં બે બાળકો ડૂબી જતા મોત

ABOUT THE AUTHOR

...view details