ગુજરાત

gujarat

Surat News: નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો

By

Published : Feb 27, 2023, 12:49 PM IST

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં 47 કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો
નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો

નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો

સુરત:નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે 16 અંગદાતા પરિવાર તથા અંગદાન સમયે ફરજ બજાવતા 47 કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સાચી દિશા બતાવી:આજે નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટોર પરિવારનું સન્માન કરવામાં આવ્યું છે. ખરા અર્થમાં કહીએ તો આ 16 પરિવાર એ એટલું મોટું દાન કર્યું છે. એ દાનનું મૂલ્ય આપણે સૌ નક્કી નથી કરી શકતા.આ લોકો ભગવાન તો નથી પરંતુ ભગવાને મુકેલા દૂત છે. અનેક લોકોના જીવનમાં આ લોકો દ્વારા એમને જીવન આપવાનું કામ તો થયું જ છે. પરંતુ 16 પરિવારે પોતાના સ્વજનોને ખોયા હોય એ દુઃખના સમયમાં સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી, નર્સિંગ સ્ટાફ, ડોક્ટરની ટીમ એ લોકો બધા સાથે મળીને પરિવારને અંગદાનની સાચી દિશા બતાવી છે--ગૃહપ્રધાન હર્ષ સંઘવી

આ પણ વાંચો Surat Marriage Function: 70 છોકરીઓનો સાતમો પ્યોર વિવાહ ઉજવાયો, ભવ્ય સમારોહ સંપન્ન

હોસ્પિટલથી એરપોર્ટ:લોકોને પણ અહીં સન્માન કરવામાં આવ્યું છે. ડોક્ટરે સુરતમાં આવ્યા પછી દિવાળીથી આજ સુધી એક ટીમ બનાવી જે રીતે કામ કર્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલે આજ દિન સુધી 18 ઓર્ગન ડોનેટ કર્યા છે.આ ખૂબ જ મોટું કામ છે. મોટા મોટા પ્રધાનો સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ પોહચે તેના અર્ધા સમયમાં ઓર્ગેન પહોંચાડવાનું કામ પોલીસ કરે છે.

આ પણ વાંચો Surat News : વિધવા પુત્રવધુના લગ્ન કરાવનાર સાસુસસરા વિદાય પર ચોધાર આંસુએ રડી પડ્યાં

સૌની જવાબદારી:વધુમાં ગૃહ પ્રધાને જણાવ્યું કે,ઓર્ગન ડોનેટ આજના સમયની સોશિયલ સર્વિસની નવી દિશાઓ છે. આ રાજકીય રીતે પણ સૌની જવાબદારી છે.સામાન્ય રીતે નાના મોટા આ રીતે કામ કરવા જ જોઈએ.આ માટે હું સુરત પોલીસ એ પણ અભિનંદન આપું છું. કારણ કે ઓર્ગેન ડોનેટમાં જે કામગીરી છે. તેમાં જો થોડી ચૂક થઈ જાય તો તે ઓર્ગેન ફેલ થઈ જાય છે. એની માટે ગ્રીન કોરિડોનની અદભૂત વ્યવસ્થાઓ કરી છે.

તમામ લોકોને અભિનંદન:મોટા મોટા પ્રધાનો સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ પહોંચે તેના અર્ધા સમયમાં ઓર્ગેન પહોંચાડવાનું કામ પોલીસ કરે છે. ગ્રીન કોરિડોરનું કામ કરનાર પોલીસ પીસીઆરથી લઈને પાઇલોટિંગના ડ્રાઈવરથી લઈને પોલીસ કમિશનર સુધીના તમામ લોકોને અભિનંદન આપું છું કે, આ રીતે સમાજના મહત્વના કાર્યને આપણે માત્ર ડ્યુટી તરીકે નહીં પરંતુ સંવેદનાથી જોઈને જો આગળ વધાવશો તો જરૂરથી તો આપણને દિવસે દિવસે વધુ સફળતા મળશે.અને એના માટે હંમેશ ગુજરાત પોલીસ તૈયાર હોય છે.

ABOUT THE AUTHOR

...view details