ગુજરાત

gujarat

એડવોકેટ મેહુલ બોઘરાની હત્યાના પ્રયાસમાં તેની જ સામે પણ ગુનો દાખલ

By

Published : Aug 19, 2022, 4:21 PM IST

ઘટનાને લઈને રાત્રીના સમયે સરથાણા પોલીસ મથક બહાર લોકોનું ટોળું પણ પહોચ્યું હતું. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. તો સામે મેહુલ બોઘરા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. Surat Lawyer mehul boghra trb

મેહુલ બોઘરા સામે પણ ગુનો દાખલ
મેહુલ બોઘરા સામે પણ ગુનો દાખલ

સુરત : ટ્રાફિક પોલીસના ગેરકાયદે ઉઘરાણાનો વીડિયો ઉતારતા એડવોકેટ મેહુલ બોઘરા (Surat Lawyer mehul boghra trb) પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને રાત્રીના સમયે સરથાણા પોલીસ મથક બહાર લોકોનું ટોળું પણ પહોચ્યું હતું. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. તો સામે મેહુલ બોઘરા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મેહુલ બોઘરા સામે પણ ગુનો દાખલ

ગેરકાયદે ઉઘરાણાનો વીડિયો:લસકાણા પોલીસ ચોકીથી માત્ર 50 મીટર દુર ઇન્ડીયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક પોલીસના ગેરકાયદે ઉઘરાણાનો વીડિયો (Surat traffic police bribery) ઉતારવા જતા TRB સુપરવાઈઝર સાજન ભરવાડે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો (Surat Lawyer beaten up in public) કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ઈજાગ્રસ્ત મેહુલ બોઘરાને માથાના ભાગે ઈજાઓ થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ મામલે રાત્રીના સમયે લોકોનું ટોળું સરથાણા પોલીસ મથક બહાર પહોચી ગયું હતું. આ બનાવમાં સરથાણા પોલીસે 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો

આ પણ વાંચો:પુત્રી પાણીમાં ડુબાડી મહિલાએ પુત્રને ફાંસી લગાવી પોતે પણ લટકી ગઈ

મેહુલ બોઘરા સામે પણ ગુનો :તો બીજી તરફ એડવોકેટ મેહુલ બોઘરા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. વકીલ વિરુદ્ધ ASIએ એટ્રોસીટીની એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી 30 હજારની માંગ અને જાતી વિષયક અપમાનિત કરવાનો અને TRB જવાનને ઢીક્કા મુક્કીનો માર મારવાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને PI દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:પોલીસ અને મળતિયા દ્વારા ગેરકાયદેસર ઉઘરાણા, લાઇવ કરનાર પર હુમલો

બીજી તરફ આ ઘટનાને સુરત ડીસ્ટ્રીક બાર એસોસિએશને વખોડી છે. આ બનાવમાં આરોપીના વકીલ તરીકે બચાવ માટે સુરત જીલ્લા વકીલ મંડળના સભ્યોને તેમનું વકીલાત પત્ર ફાઈલ ના કરવા અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details