ગુજરાત

gujarat

Surat News : લગ્નસરાની સીઝન શરૂ થાય તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા 18 ટિમો બનાવી પનીરના સેમ્પલ્સ લેવાયા

By

Published : May 3, 2023, 6:21 PM IST

લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાની ટીમ એલર્ટ મોડમાં આવી છે. શહેરમાં અલગ અલગ ઝોનમાં ટીમ બનાવીને આરોગ્ય વિભાગના તંત્ર દ્વારા ઘી, પનીરનું વેચાણ દુકાન કે ડેરીમાંથી સેમ્પલ લીધા છે. જોકે, કોઈપણ પ્રકારની ભેળસેળ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

Surat News : લગ્નની મોસમને લઈને સુરત તંત્ર દ્વારા ખાદ્યપદાર્થની દુકાનોમાંથી લેવાયા સેમ્પલ, ભેળસેળ હશે તો...
Surat News : લગ્નની મોસમને લઈને સુરત તંત્ર દ્વારા ખાદ્યપદાર્થની દુકાનોમાંથી લેવાયા સેમ્પલ, ભેળસેળ હશે તો...

લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાની ટીમ એલર્ટ મોડમાં

સુરત : ફરી લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે. તેને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘી તેમજ પનીરનો વેચાણ કરનાર ડેરી અને દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અલગ અલગ ઝોનમાં ટીમનું કામ : સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં કુલ 18 જેટલી ટીમો બનાવીને જે તે વિસ્તારના દુકાનો તેમજ ફેક્ટરીઓમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કારણ કે, ફરી લગ્નસરાની સીઝન શરૂ થઇ ગઇ છે. જેમાં પનીરનો ઉપયોગ વધારે થાય છે. જેને ધ્યાનમાં રાખી પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓના ત્યાં ટી પનીરના સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 15 દિવસ બાદ મળશે.

ફૂડ પોઈઝનીંગ જેવી ઘટના બને છે: લગ્નસરાની સીઝનમાં પનીરનો ઉપયોગ સૌથી વધારે થાય છે. અનેકવાર આવી ઘટના સામે આવે છે કે, ખરાબ પનીરના કારણે ફૂડ પોઈઝનીંગ જેવી ઘટના બનતી હોય છે. જેના કારણે આરોગ્ય વિભાગની ટીમે અગાઉથી જ અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ ઝોનમાં પનીર વિક્રતાઓના ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. પનીરના સેમ્પલ પણ લીધા હતા. પનીરમાં કોઈ ભેળસેળ છે કે નહીં અથવા તો તે આરોગ્યપ્રદ છે કે નહીં તેની ચકાસણી લેબમાં કરવામાં આવશે.

આ પણ વાંચો :Deesa Nagar palika: ડીસામાં આરોગ્ય વિભાગના દરોડા, વેપારીઓને નોટિસ ફટકારી

લોકો પનીરનો ઉપયોગ વધારે કરતા હોય છે: આરોગ્ય વિભાગના અધિકારી હેમંત ગોહિલે જણાવ્યું હતું કે, હાલ લગ્નસરાની સીઝન આવી રહી છે તેમજ ઉનાળાનું વેકેશન પણ શરૂ થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખી અમે આ ચકાસણી કરી રહ્યા છે. કારણ કે, આવા સમયે લોકો પનીરનો ઉપયોગ વધારે કરતા હોય છે અને લોકોના સ્વાસ્થ્યને કોઈપણ પ્રકારની હાની ન થાય આ માટે દરેક ઝોનમાં અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો :Health Ecosystem: આ રીતે ઉપલબ્ધ થશે સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ

15 દિવસમાં આ રિપોર્ટ આવશે: સાથે તેઓએ જણાવ્યું હતું કે, કુલ 18 જેટલી ટીમો દ્વારા શહેરમાં આવેલી દુકાનો, ફેક્ટરી તેમજ ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે ત્યાંથી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આશરે 15 દિવસમાં આ રિપોર્ટ આવશે અને જો રિપોર્ટમાં કોઈપણ પ્રકારની ખામી જોવા મળશે. તો જે તે દુકાન કે ડેરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details