ગુજરાત

gujarat

પાલિકાની ચૂંટણી લડવા માટે સુરતના મહામંત્રી લલિત વેકરીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

By

Published : Jan 25, 2021, 12:40 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સુરતના મહામંત્રી લલિત વેકરીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. વોર્ડ નંબર 7 માંથી પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, એક પરિવાર માંથી એક જ વ્યક્તિને હોદ્દો મળશે. જેના કારણે લલિત વેકરિયાએ કોર્પોરેશન ચૂંટણી લડવા માટે મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

પાલિકાની ચૂંટણી લડવા માટે સુરતના મહામંત્રી લલિત વેકરીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
પાલિકાની ચૂંટણી લડવા માટે સુરતના મહામંત્રી લલિત વેકરીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

  • સુરતના મહામંત્રી લલિત વેકરીયાએ પદ પરથી આપ્યું રાજીનામું
  • વેકરીયાએ વોર્ડ નંબર 7 માંથી પોતાની દાવેદારી નોંધાવી
  • કોર્પોરેશન ચૂંટણી લડવા માટે મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું


સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સુરતના મહામંત્રી લલિત વેકરીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. વોર્ડ નંબર 7 માંથી પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, એક પરિવાર માંથી એક જ વ્યક્તિને હોદ્દો મળશે. જેના કારણે લલિત વેકરિયાએ કોર્પોરેશન ચૂંટણી લડવા માટે મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

પાલિકાની ચૂંટણી લડવા માટે સુરતના મહામંત્રી લલિત વેકરીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

મહામંત્રી લલિત વેકરીયાની આ જાહેરાતથી ભાજપના કાર્યકર પણ આશ્ચર્યમાં

સુરત શહેર સંગઠન માળખાની હાલ જ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાત બાદ માળખાના મંત્રીએ રાજીનામું આપીને મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી છે. મહામંત્રી લલિત વેકરીયા ની આ જાહેરાતથી ભાજપના કાર્યકર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. કાર્યકરોએ કલ્પના ન કરી હતી કે, હાલ જ મહામંત્રી નિયુક્ત થયેલા લલિત વેકરીયા પોતાના પદ પરથી રાજીનામું આપશે.

આ વખતે ચૂંટણી લડવાની ઈચ્છા થઈ

તેઓએ જણાવ્યું હતું કે મારા રાજીનામા પાછળથી કોઈ કારણ નથી. મારે ચૂંટણી લડવાની ઇચ્છા હતી અને સુરત પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને આ અંગે વાત કરી હતી અને ટિકિટ માંગી હતી. અમારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ દરેક સભામાં કહે છે કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના ઘરમાંથી એક સભ્યને જ હોદ્દો મળી શકે છે. જેથી ચૂંટણી લડવાની ઇચ્છા હોવાના કારણે હું મારા પદથી રાજીનામુ આપી દાવેદારી નોંધાવી છે. વોર્ડ નંબર 7 અથવા તો જ્યાંથી પાર્ટી કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ. ઘણા સમયથી સંગઠનમાં કામ કરું છું. આ વખતે ચૂંટણી લડવાની ઈચ્છા થઈ છે, જેથી આ નિર્ણય લીધો છે.

ABOUT THE AUTHOR

...view details