ગુજરાત

gujarat

સિંચાઈ માટે પાણી ન મળતા સુરતના ખેડૂતોની દયનીય સ્થિતિ

By

Published : May 9, 2019, 2:56 PM IST

સુરતઃ આ વર્ષે ઉકાઇ ડેમમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઓછુ આપવામાં આવ્યું છે. તદ્ઉપરાંત ખેડૂતોને દાઝ્યા પર ડામ મળ્યો હોય તેમ, નહેરમાં આવતું પાણી છેવાડાના ગામો સુધી પહોંચી શકતુ નથી. કારણ કે, પાણી વચ્ચેથી જ ચોરાઇ જાય છે. ત્યારે પાણી ઓછું આવવાના કારણે ખેડૂતોના ખેતર સૂકા ભઠ્ઠ થઇ રહ્યા છે તેથી ઊભેલા પાકને નુકશાન થવાની શક્યતાો દેખાઇ રહી છે.

સુરતના ખેડૂતો દયનીય સ્થિતિમાં મૂકાયા

સુરતના ઓલપાડ તાલુકાના છેવાડા એટલે કે કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતોની સ્થિતિ દયનીય બની રહી છે. છેવાડાના ગામો જેવાકે ભાંડૂત, મોટા ખોસાડિયા, નાના ખોસાડિયા, દભારી, ટૂંડા, છીણી, ધનસેરા જેવા 7 જેટલા ગામોના ખેડૂતોને હાલ સિંચાઇ માટે પાણી મળી રહ્યું નથી. 12 દિવસ પહેલા ઉકાઇ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવયું હતું, પરંતુ સિંચાઇનું પાણી નહેર મારફતે ગામે ગામ ખેતર માટે પહોંચવું જોઇએ તે પાણી 12 દિવસ પછી પણ પહોંચ્યું નથી. પાણી નહીં પહોંચવાને કારણે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પરવરના પાકને મોટું નુકશાન થઇ રહ્યું છે. તેથી પાણી જે આપવામાં આવે છે તે, પાણી નહેરમાંથી ચોરાઇ જતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

સુરતના ખેડૂતો દયનીય સ્થિતિમાં મૂકાયા

આ મામલે અનેક વખત સિંચાઇ વિભાગને જાણ કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જે પાણી 2-3 દિવસમાં નહેર દ્વારા ખેડૂતોને મળવું જોઇએ તે પાણી 12 દિવસે પણ નથી પહોંચતુ જેનું મુખ્ય કારણ છે પાણી ચોરી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો, ઉનાળાના રોટેશનમાં આ છેલ્લી વખત પાણી આવનાર છે કારણે ઉકાઇ ડેમમાં પાણી ફક્ત 10 ટકા જથ્થો બચ્યો હોવાની વાત બહાર આવી છે. ત્યારે ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે અને ખેડૂતોને પાણી નથી મળી રહ્યાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

R_GJ_05_SUR_09MAY_02_KHET_PANI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : જીલ્લાના ખેડૂતો દયનીય સ્થિતિમાં મૂકાયા છે. એકતરફ ઉકાઇ ડેમમાં પાણી ઓછુ હોવાને કારણે ખેડૂતોને પાણી ઓછુ આપવામાં આવ્યું છે.ઉપરાંત ખેડૂતોને દાઝ્યા પર ડામ મળ્યો હોય તેમ નહેરમાં આવતું પાણી છેવાડાના ગામો સુધી પહોંચી શકતુ નથી. કારણકે પાણી વચ્ચેથી જ ચોરાઇ જતું હોય છે. પાણી ઓછુ આવવાના કારણે ખેડૂતો ખેતર સૂકા ભઠ્ઠ થઇ રહ્યા છે તો ઉગાડેલા પાકને પણ નુકશાન થવાની શક્યતાો દેખાઇ રહી છે.

સુરતના ઓલપાડ તાલુકાના છેવાડા એટલે કે કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતોની સ્થિતિ દયનીય બની રહી છે. છેવાડાના ગામો જેવાકે ભાંડૂત, મોટા ખોસાડિયા, નાના ખોસાડિયા, દભારી, ટૂંડા, છીણી, ધનસેરા જેવા 7 જેટલા ગામોના ખેડૂતોને હાલ સિંચાઇ માટે પાણી નથી મળી રહ્યું, 12 દિવસ પહેલા ઉકાઇ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવયું હતું પરંતુ સિંચાઇનું પાણી નહેર મારફતે ગામે ગામ ખેતર માટે પહોંચવું જોઇએ પરંતુ તે પાણી 12 દિવસ પછી પણ પહોંચ્યું નથી પાણી નહીં પહોંચવાને કારણે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પરવરનો પાકને મોટું નુકશાન થઇ રહ્યું છે. પાણી જે આપવામાં આવે છે તે પાણી નહેરમાંથી ચોરાઇ જતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

સુરત જીલ્લાના ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે કારણે સિંચાઇ માટે આપવામાં આવતું પાણી તેમના સુધી પહોંચી નથી રહ્યું ત્યારે આ મામલે અનેક વખત સિંચાઇ વિભાગને જાણકારી આપવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું હાલ જે પાણી બે થી ત્રણ દિવસમાં નહેર દ્વારા ખેડૂતોને મળવું જોઇએ એ પાણી 12 દિવસે પણ નથી પહોંચતુ જેનું મુખ્ય કારણ ચોરી છે. આ સાથે સાથે વાત કરવામાં આવે તો ઉનાળાનું રોટેશનમાં આ છેલ્લી વખત પાણી આવનાર છે કારણે ઉકાઇ ડેમમાં પાણી ફક્ત 10 ટકા જથ્થો બચ્યો હોવાની વાત બહાર આવી છે ત્યારે પાણી ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે ખેડૂતોને પાણી નથી મળી રહ્યાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.


બાઇટ - ચંદુભાઈ પટેલ, ખેડૂત

બાઇટ - નિમેષ પટેલ, ખેડૂત




ABOUT THE AUTHOR

...view details