ગુજરાત

gujarat

Biparjoy Cyclone: જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં, મુકેશ પટેલએ દરિયા કાંઠાના ગામોની મુલાકાતે

By

Published : Jun 13, 2023, 9:25 AM IST

સંભવિત વાવાઝોડાને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. પ્રધાન મુકેશ પટેલએ દરિયા કાંઠાના ગામોની મુલાકાત કરી હતી.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ રાજ્યના મંત્રીઓએ અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદાર પ્રધાનો પણ કામે લાગી ગયા છે.

સંભવિત વાવાઝોડાને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં,મંત્રી મુકેશ પટેલએ દરિયા કાંઠાના ગામોની મુલાકાત કરી
સંભવિત વાવાઝોડાને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં,મંત્રી મુકેશ પટેલએ દરિયા કાંઠાના ગામોની મુલાકાત કરી

મુકેશ પટેલએ દરિયા કાંઠાના ગામોની મુલાકાત કરી

સુરત:સંભવિત વાવાઝોડાને લઈને સરકારના રાજ્યકક્ષાના પ્રધાન અને ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલએ ઓલપાડ તાલુકાના દરિયા કાંઠા વિસ્તારના ગામડાઓની મુલાકાત કરી હતી. થોડા દિવસ દરિયો ખેડવા ન જવા માછીમારોને અપીલ કરી હતી.

વહીવટી તંત્ર દોડતું: સંભવિત બીપરજોય વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. વાવાઝોડું કેટલું નુકશાન કરશે તે કોઈ અંદાજ નથી,વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ રાજ્યના મંત્રીઓએ અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદાર પ્રધાનો પણ કામે લાગી ગયા છે.

દરિયા કિનારે પહોંચ્યા:આજે ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના પ્રધાનો મુકેશ પટેલ આજરોજ ઓલપાડ તાલુકાના ડભારી દરિયા કિનારે પહોંચ્યા હતા. બાદમાં ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારનાં ગામડાઓમાં પ્રવાસ કર્યો હતો. પ્રધાનમુકેશ પટેલે ગ્રામજનો સાથે બેઠક કરી હતી. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને 15 તારીખ સુધી દરિયો ન ખેડવા અપીલ કરી હતી.

આગોતરું આયોજન: વાવાઝોડાથી વધુ નુકશાન ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારનાં ગામડાઓને થાય એમ છે. જેને લઇને કાંઠા વિસ્તારનાં ગામડાઓમાં તંત્ર વધુ સાવચેતી રાખી રહ્યું છે. આગોતરું આયોજન કરી રહ્યું છે. પ્રધાન મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાના ડભારી ગામે શેલ્ટર હોમ બનાવામાં આવ્યા છે. જેમાં લોકોને આશરો આપવામાં આવ્યો છે. વાવાઝોડાની પરિસ્થિતિ જોઈ કાચા મકાન રહેતા લોકોને પણ આ શેલ્ટર હોમમાં લાવવામાં આવશે. પ્રધાન મુકેશ પટેલએ જણાવ્યું હતું કે વાવાઝોડા ને લઈને સરકારે આગોતરું આયોજન કર્યું છે. સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઓલપાડ તાલુકાના ગામડાઓનો પણ સમાવેશ છે,તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી

  1. Biparjoy Cyclone: પાટણ જિલ્લામાં સંભવિત ખતરા સામે વહીવટી તંત્ર એલર્ટ
  2. Biparjoy Cyclone: કચ્છના બંદરથી માત્ર 430 કિમી દૂર બિપરજોય, 7000 લોકોનું સ્થળાંતર

ABOUT THE AUTHOR

...view details