ગુજરાત

gujarat

Surat Crime : ઓલપાડના ઇસનપોરમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જોઇ લો તમારા ઘરમાં આ ઘી નથી ને

By

Published : Jul 12, 2023, 2:17 PM IST

ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામમાં એક ઠેકાણે ઓલપાડ પોલીસે દરોડો પાડી ઘીનો શંકાસ્પદ જથ્થો પકડ્યો છે. કુલ 5.66 લાખની કિંમતના આ જથ્થા સાથે સુરતના શખ્સ સહિત ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Surat Crime : ઓલપાડના ઇસનપોરમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જોઇ લો તમારા ઘરમાં આ ઘી નથી ને
Surat Crime : ઓલપાડના ઇસનપોરમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જોઇ લો તમારા ઘરમાં આ ઘી નથી ને

ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો કરી શંકાસ્પદ બનાવતી ઘીનો જથ્થો સીઝ કરી ત્રણ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામેથી સોસાયટીનાં મકાનમાં ઓલપા પોલીસે દરોડો પાડી 5.66 લાખની કિંમતનાં ઘીના શંકાસ્પદ જથ્થા સાથે સુરતનાં શખ્સ સહિત ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઘટના સ્થળેથી 5.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ સુરતના વિશાલ સતીષ શાહ (રહે. તાડવાડી, સુરત) તેમજ જેને ત્યાં કામ કરતા ભદુ સેમૂન, જીતુ મગન સમારીયા સામે પોલીસે કાર્યવાહી કરી હતી. વિશાલ સતીષ શાહ વિરૂદ્ધ કામરેજનાં માંકણા ગામે પણ નકલી ઘી બનાવવા બાબતે ગુનો નોંધાયો હતો...વી. કે. પટેલ(ઓલપાડ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ)

ક્યાં ચાલતો હતો નકલી ઘીનો કારોબાર: પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડના ઇસનપોર ગામની સીમમાં આવેલી રોયલપાર્ક સોસાયટીનાં મકાન નં-43માં શંકાસ્પદ નકલી ઘી બનાવવાનું કારખાનું ધમધમતું હોવાની ઓલપાડ પોલીસને બાતમી મળી હતી. જેથી ઓલપાડ પીઆઇ વી.કે.પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ઇસનપોર ગામે છાપો માર્યો હતો.

ફૂડવિભાગની ટીમ બોલાવાઇ: દરોડા દરમિયાન ગાયનું ઘી કહી નકલી ઘી બનાવી ડબ્બામાં પેક કરી વેચવામાં આવી રહ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળતા ઓલપાડ પોલીસે ફુડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ટીમને સ્થળ પર બોલાવી લીધી હતી.

ભેળસેળિયા માલનું ગાયના શુદ્ધ ઘી તરીકે વેચાણ: સુરતના વિશાલ શાહ દ્વારા સનફ્લાવર, સોયાબીન તેમજ ડાલડા ઘીને એક મોટાં વાસણમાં ગરમ કરી જેમાં અલગ અલગ એસેન્સ નાંખી ઘીને ઠંડુ કરી અલગ અલગ સાઈઝની બોટલોમાં ગાયનું અસલી ઘી તરીકે દર્શાવીને બેખોફ વેંચાણ કરવામાં આવતું હતું.

  1. Vadodara News : વડોદરા મનપાની મોટી કાર્યવાહી, ભેળસેળવાળા વનસ્પતિ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો
  2. ઘી બજારમાં દરોડા, સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ
  3. સુમૂલ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા 3 આરોપીની ધરપકડ, સુરત પોલીસની કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details